For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ ઉપર છરી વડે હુમલો: ચાર સામે ફરિયાદ નોંધાઈ

12:56 PM May 02, 2024 IST | Bhumika
એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ ઉપર છરી વડે હુમલો  ચાર સામે ફરિયાદ નોંધાઈ
xr:d:DAFscpnH58Y:1116,j:7659904390437644153,t:23102713
Advertisement

જામનગરમા મોચી જ્ઞાતિનાં કાર્યક્રમ માં એક પરિવાર નાં પાંચ વ્યક્તિઓ ઉપર ચરી છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.ગાળાગાળી અને અન્ય સાથે ઝગડો કરતા તેને સમજવવા જતા આ હુમલો કરવામાં આવ્યો હતો.હુમલા નાં આ બનાવ મા ફરિયાદી નાં પત્ની, પૂત્ર ભાઈ અને ભત્રીજા ઘાયલ થયા છે.

જામનગર ના સરલાબેન ત્રિવેદી ભવન માં એ- વન બ્લોક નંબર 401 માં રહેતા દિલીપ બાબુભાઈ ચાવડા એ આજે પોલીસ મા એવી ફરિયાદ નોંધાવી હતી કે , બે દિવસ પહેલા મોચી જ્ઞાતિ દ્વારા લાલબાપા ની તિથિ નો કાર્યક્રમ જ્ઞાતિ ની વાડી મા યોજાયો હતો.ત્યારે અશોક જેઠવા નામનો વ્યક્તિ કોઈ સાથે ઝગડો કરતો હતો. તેને સમજવા જતા અશોક જેઠવા અને તેની સાથે નાં ત્રણ અજાણ્યા શખ્સ એ એક સંપ કરી ને પોતાનાં એટલે કે દિલીપભાઈ નાં પત્ની નીતાબેન, પૂત્ર યુગ, ભાઈ જગદીશભાઈ અને ભત્રીજા રાહુલ અને રોહિત વગેરે તમામ ઉપર છરી વડે હુમલો કર્યો હતો.જેમાં રાહુલ ને પડખા મા છરી નો ઊંડો ઘા લાગી જતા તેને વધુ ઈજા પહોંચી હોવા થી સારવાર માટે રાજકોટ નો હોસ્પિટલ મા અને અન્ય તમામ ને જામનગર ની હોસ્પિટલ મા સારવાર માટે લઇ જવાયા છે.
આ અંગે દિલીપ જેઠવા ની ફિરીયાદ નાં આધારે પોલીસે આરોપી અશોક ચાવડા અને અજાણ્યા ત્રણ શક્શો સામે ગુનો નોંધ્યો છે. અને તપાસ શરૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement