For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દુધસાગર રોડ ઉપર ભત્રીજાના ડખ્ખામાં વચ્ચે પડેલા ફ્રૂટના ધંધાર્થી ઉપર છરી વડે હુમલો

04:31 PM Jun 08, 2024 IST | Bhumika
દુધસાગર રોડ ઉપર ભત્રીજાના ડખ્ખામાં વચ્ચે પડેલા ફ્રૂટના ધંધાર્થી ઉપર છરી વડે હુમલો
oplus_2097152
Advertisement

શહેરમાં દૂધસાગર રોડ ઉપર આવેલા નવા પાવર હાઉસ પાસે ભત્રીજાના ડખ્ખામાં વચ્ચે પડેલા ફ્રુટના ધંધાર્થી ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ દૂધસાગર રોડ ઉપર આવેલા નવા પાવર હાઉસ પાસે રહેતા કાના નાનજીભાઈ ઢાપા નામના 47 વર્ષના આધેડ રાત્રિના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે અજાણ્યા શખ્સોએ છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Advertisement

પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત કાનાભાઈ ઢાપાના ભત્રીજા ઉજ્જવલને હુમલાખોર શખ્સોએ માર માર્યો હતો ત્યારે ભત્રીજાના ડખ્ખામાં કાનાભાઈ ઢાપા વચ્ચે પડતા અજાણ્યા શખ્સોએ તેમના ઉપર પણ છરી અને પાઇપ વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement