For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

SRHને 8 વિકેટે હરાવી KKR ચોથી વખત ફાઇનલમાં, હૈદરાબાદને હજુ તક

12:46 PM May 22, 2024 IST | admin
srhને 8 વિકેટે હરાવી kkr ચોથી વખત ફાઇનલમાં  હૈદરાબાદને હજુ તક

વેકટેશેની 28 બોલમાં 51 અને શ્રેયસની 24 બોલમાં 58 રનની અણનમ ઇનિંગ

Advertisement

IPLની 17મી સિઝનમાં મંગળવારે પ્રથમ ક્વોલિફાયર રમાઈ હતી, જે એકતરફી રહી હતી. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સએ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે હૈદરાબાદની ટીમને વધુ એક તક મળશે અને તેણે ક્વોલિફાયર-2 રમવું પડશે.
કોલકાતા તરફથી મિચેલ સ્ટાર્કે પ્રથમ 3 વિકેટ લીધી હતી. જ્યારે બેટિંગમાં વેંકટેશ અય્યરે 28 બોલમાં 51 રનની અણનમ ઇનિંગ રમી હતી અને કેપ્ટન શ્રેયસ અય્યરે 24 બોલમાં અણનમ 58 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. હવે સનરાઇઝર્સ હૈદરાબાદ 24મી મેના રોજ બીજી ક્વોલિફાયર મેચ રમશે. કેકેઆરએ 2012 અને 2014માં આ ખિતાબ જીત્યો હતો
કેકેઆર આ પહેલા 2012 અને 2014માં ફાઇનલમાં પ્રવેશ્યું હતું અને ગૌતમ ગંભીરની કેપ્ટન્સીમાં બંને વખત ટાઇટલ જીત્યું હતું. આ પછી 2021 સીઝનમાં તેઓ ઓએન મોર્ગનની કેપ્ટનશીપ હેઠળ ફાઇનલમાં પહોંચ્યા, પછી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગયા. હવે ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
IPLની આ 17મી સિઝનમાં પ્રથમ ક્વોલિફાયર મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ પછી ટીમે કેકેઆરને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કેકેઆરએ 1 વિકેટ ગુમાવીને 50થી વધુ રન બનાવ્યા છે. કોલકતા નાઇટ રાઇડર્સે 13.4 ઓવરમાં જીત મેળવી લીધી હતી. બે વિકેટ ગુમાવી 164 રનનો સ્કોર બનાવ્યો હતો. અને આઠ વીકેટે જીત મેળવી હતી. આ સાથે ટીમએ ફાઇનલમાં જગ્યા મેળવી છે. કેકેઆર IPLના ઈતિહાસમાં તેની ચોથી ફાઈનલ રમવા માટે તૈયાર છે. જ્યારે હૈદરાબાદ પાસે હજુ એક તક છે.
આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે માત્ર 39 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રાહુલ ત્રિપાઠીએ 35 બોલમાં 55 રન અને હેનરિક ક્લાસને 21 બોલમાં 32 રન ફટકારીને ટીમને 159 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
ત્રિપાઠી અને ક્લાસેને પાંચમી વિકેટ માટે 37 બોલમાં 62 રનની ભાગીદારી કરી હતી. અંતમાં પેટ કમિન્સે 30 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન 20ના આંકડાને સ્પર્શી શક્યો નથી. જ્યારે કેકેઆર ટીમ માટે ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ લીધી હતી. વૈભવ અરોરા, સુનિલ નારાયણ, આન્દ્રે રસેલ અને હર્ષિત રાણાને 1-1 સફળતા મળી હતી. IPLની આ 17મી સિઝનમાં પ્રથમ ક્વોલિફાયર મેચમાં હારનાર ટીમને બીજી તક મળશે અને તેણે ક્વોલિફાયર-2 રમવું પડશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement