For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિંછીયાના સોમલપરમાં પ્રેમપ્રકરણનાં ઝગડામાં વચ્ચે પડેલા નિર્દોષ યુવાનની હત્યા

11:39 AM May 16, 2024 IST | Bhumika
વિંછીયાના સોમલપરમાં પ્રેમપ્રકરણનાં ઝગડામાં વચ્ચે પડેલા નિર્દોષ યુવાનની હત્યા
Advertisement

યુવક અને યુવતીના પરિવારજનો માથાકૂટ કરતા હોય છોડાવવા ગયેલ વાલ્વમેને જીવ ગુમાવ્યો

વિંછીયા તાલુકાના સોમલપર ગામની સીમમાં આવેલ પાણીના સંપ પાસે ભડલી ગામના બે જૂથ વચ્ચે પ્રેમપ્રકરણ બાબતે ચાલતી માથાકૂટમાં મારામારી થતા તે સમયે ત્યાંથી પસાર થયેલ વાલ્વમેન તરીકે ફરજ બજાવતો યુવાન અને તેનો ભાઈ વચ્ચે પડતા તેના ઉપર હુમલો કરવમાં આવતા નિર્દોષ યુવાનની હત્યાથઈ હતી.

Advertisement

પોલીસે મૃતકના ભાઈ રમેશ તળશીભાઈ ડાભીની ફરિયાદને આધારે પોલીસે રાજુ વશરામભાઈ બારૈયા,રણજીત વલ્લભભાઈ બારૈયા,સાહીલ સવજીભાઈ બારૈયા,હિતેષ અરવીંદભાઈ બારૈયા,હાર્દીક જેન્તીભાઈ બારૈયા,વિપુલ ભનાભાઇ શિયાળ,વિપુલ મનુભાઇ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ફરીયાદમાં જણાવ્યા અનુસાર સોમલપરના મહેશ ભનાભાઇ ભડાણીયાને ભડલી ગામના અરવિંદ મગનભાઈ બારૈયાની દિકરી કિરણ સાથે પ્રેમ સબંધ હોય જે બાબતે આ બન્ને પરીવારને મનદુખ થયેલ હોય જેનો ખાર રાખી ડાભાળની ધારે યુવક અને યુવતીના પરિવારના સભ્યો ઝગડો કરતા હોય જે દરમ્યાન રમેશ અને તેનો ભાઇ વલ્લભ કુવામાંથી પાણી છોડવા જતા હતા ત્યારે ઝઘડો શાંત કરવા વચ્ચે પડતા બન્નેભાઈઓ સાથે રાજુ અને તેની સાથેના શખ્સોએ ઝઘડો કરી અમારી મેટરમાં કેમ વચ્ચે આવો છો તેમ કહી વલ્લભને છરીના ઘા ઝીંકી દેતા તેનું મોત થયું હતું.

આ બનાવની બીજી ફરીયાદમાં વિછીયાના ભડલી ગામના રાજુ વશરામ બારૈયાની ફરીયાદને આધારે સોમલપરના વનરાજ ઉર્ફે હરો ઠાકરશીભાઈ ડેકાણી,ગોપાલ ડેકાણી,કાંતી વાઘાભાઈ ડાભી,જેન્તી વાઘાભાઈ ડાભી,કાબા કુકાભાઈ ડેકાણીનું નામ આપ્યું છે. બનવાનુ કારણ એ છે કે સોમલપરના મહેશ ભનાભાઈ ભડાણીયાને રાજુભાઈના કુટુંબી ભાઈ અરવિંદ મગનભાઈ બારૈયાની પુત્રી કિરણ સાથે પ્રેમ સબંધ હોય જે બાબતે માથાકૂટ થઇ હોય અને રાજુભાઈને વનરાજનો ફોન આવતા મામલો ઉગ્ર બન્યો હતો અને રાજુભાઈ ઝઘડો કરવા માટે જતા હોય ત્યારે આંબરડી સીમમાં સામે મળી જથા સોમલપર ગામના વનરાજ ડેકાણી તથા ગોપાલ ડેકાણી તથા કાંતી વાઘાભાઈ ડાભી તથા જેન્તી વાઘાભાઈ ડાભી તથા કાબા કુકા ભાઈ ડેકાણી સાથે ઝગડો થયો હતો. અને રાજુભાઈ ઉપર હુમલો કર્યો હતો. આ બનાવની જાણ થતા જસદણ પીઆઈ ટી.બી.જાની સહિતના સ્ટાફે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement