For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેજરીવાલ ગુજરાતથી લોકસભાનું રણશીંગુ ફૂંકશે, 7 જાન્યુઆરીએ અમદાવાદમાં રોડ શો

01:11 PM Dec 22, 2023 IST | Sejal barot
કેજરીવાલ ગુજરાતથી લોકસભાનું રણશીંગુ ફૂંકશે  7 જાન્યુઆરીએ અમદાવાદમાં રોડ શો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા એક વર્ષ પહેલાં ચૂંટાયેલા કોંગે્રસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના રાજીનામા અપાયી ભાજપમાં ભેળવવાનું ઓપરેશન લોટસ શરૂ થયું છે. તેમજ કેન્દ્ર સરકારે પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ ફરતે કાનુની ગાળીયો કસ્યો છે તેવા સમયે જ અરવિંદ કેજરીવાલનો ગુજરાતનો કાર્યક્રમ જાહેર થતા ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે.
ગુજરાતમાં પણ મોદી સરનેમ ધરાવતા લોકોનું અપમાન કરવાના મામલે કેજરીવાલ સામે કોર્ટમાં કાનુની દાવ-પેચ ચાલી રહ્યા છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીનું બ્યુગલ પણ કેજરીવાલ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હોમસ્ટેટ ગુજરાતથી જ ફંકે તેવો તખતો ગોઠવાઇ રહ્યો છે. અમદાવાદમાં કેજરીવાલના રોડ શો અને જાહેરસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આગામી 7મી તારીખે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલના કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું છે. 7મીએ કેજરીવાલ અમદાવાદમાં રોડ શો કરી શકે છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલની જાહેરસભાનું પણ આયોજન થઈ રહ્યું છે.
ઊઉએ દિલ્હી લિકર પોલિસીથી જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમને 21 ડિસેમ્બરે હાજર થવા માટે કહ્યું છે. આ મામલે કેજરીવાલને ઊઉનું આ બીજું સમન્સ છે. આ પહેલા 2 નવેમ્બરે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે ઊઉએ નોટિસ મોકલી હતી, પરંતુ તેમણે નોટિસને ગેરકાયદે ગણાવીને પરત લેવાની માંગ કરી હતી. કેજરીવાલ આ દિવસોમાં મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીને લઈને રોડ શોમાં સામેલ થયા હતા.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 10 દિવસ વિપશ્યના ધ્યાન કાર્યક્રમ માટે ગયા છે. અધિકારીઓએ કહ્યું કે, કેજરીવાલ દિલ્હી વિધાનસભાના શિયાળુ સત્ર સમાપ્ત થયાના એક દિવસ બાદ 19 ડિસેમ્બરે રાષ્ટ્રીય રાજધાનીથી રવાના થશે. મુખ્યમંત્રી લાંબા સમયથી વિપશ્યનાનો અભ્યાસ કરી રહ્યા છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં બેંગલુરુ અને જયપુર સહિત કેટલાક સ્થળો પર જઈ ચૂક્યા છે. આ શિબીરમાંથી આવયા બાદ તેઓ ગુજરાતના પ્રવાસે જનાર છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement