For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેજરીવાલ જેલમાંથી નહીં આવી શકે બહાર, હાઇકોર્ટે જામીન અરજી પર લગાવી રોક

01:14 PM Jun 21, 2024 IST | Bhumika
કેજરીવાલ જેલમાંથી નહીં આવી શકે બહાર  હાઇકોર્ટે જામીન અરજી પર લગાવી રોક
Advertisement

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટમાંથી મળેલા જામીન પર હાઈકોર્ટે રોક લગાવી છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી સુધી જામીન પર સ્ટે મૂકી દીધો છે. હાઈકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીની દલીલને ફગાવી દીધી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે અરજી પર વહેલી સુનાવણીની કોઈ જરૂર નથી. કેજરીવાલને એક દિવસ પહેલા જ ગુરુવારે જ નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા, જેની સામે EDએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલી જામીન વિરુદ્ધ EDની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની મંજૂરી આપી. હાઈકોર્ટે કહ્યું કે, જ્યાં સુધી અમે કેસની સુનાવણી નહીં કરીએ ત્યાં સુધી નીચલી કોર્ટનો આદેશ અસરકારક રહેશે નહીં.

Advertisement

ED અને અરવિંદ કેજરીવાલે શું આપી દલીલ?
હાઈકોર્ટમાં અરજી દાખલ કરતી વખતે EDએ દલીલ કરી હતી કે અમને નીચલી કોર્ટમાં અમારા મંતવ્યો રજૂ કરવાની તક મળી નથી. જેના જવાબમાં કેજરીવાલના વકીલે કહ્યું કે આવું કહેવું યોગ્ય નથી. હકીકતમાં, ગઈ કાલે (20 જૂન, 2024) નીચલી અદાલતે દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. આવી સ્થિતિમાં કેજરીવાલ શુક્રવાર (21 જૂન, 2024) ના રોજ તિહાર જેલમાંથી બહાર આવી શક્યા હોત, પરંતુ હાઈકોર્ટે સુનાવણી સુધી તેના પર રોક લગાવી દીધી છે..

શું છે આરોપ?
EDએ દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીની દારૂની નીતિમાં થયેલી ગેરરીતિઓમાં મુખ્ય કાવતરાખોર છે. આ સમગ્ર મામલે AAPના અન્ય ઘણા નેતાઓ પણ સામેલ છે. AAPએ આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે આ બધું રાજકીય બદલાની ભાવનાથી થઈ રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement