For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાહરૂખ ખાનને લઇને એક્શન ફિલ્મ બનાવશે કરણ જોહર કરણે એકપણ એક્શન ફિલ્મ ડિરેકટ કરી નથી

01:37 PM Jan 16, 2024 IST | Bhumika
શાહરૂખ ખાનને લઇને એક્શન ફિલ્મ બનાવશે કરણ જોહર કરણે એકપણ એક્શન ફિલ્મ ડિરેકટ કરી નથી

શાહરુખ ખાન અને કરણ જોહર જલદી જ એક ફિલ્મમાં સાથે કામ કરવાના છે એવી ચર્ચા ચાલી રહી છે. શાહરુખ ખાનની 2003માં પઠાનઅને જવાન ખૂબ જ હિટ રહી હતી. ડંકી દ્વારા શાહરુખે ફરી એક્સપરિમેન્ટ કર્યો હતો. જોકે એ ફિલ્મને તેની અન્ય બે ફિલ્મો જેવો રિસ્પોન્સ નહોતો મળ્યો. તે હવે તેની આગામી ફિલ્મ પર ફોકસ કરી રહ્યો છે. આ દરમ્યાન કરણે પણ તેની સાથે ફિલ્મ કરવા વિશે વાત કરી હતી. કરણ અને શાહરુખ બન્ને ફરી સાથે કામ કરવા માગે છે. કરણે તેની લાઇફમાં એક પણ ઍક્શન ફિલ્મ ડિરેક્ટ નથી કરી અને તે હવે ઍક્શન પર હાથ અજમાવવા માગે છે. તેણે રણબીર કપૂરની ઍનિમલને પણ બે વાર જોઈ હતી જેથી તે એનો સ્ટડી કરી શકે. તેણે શાહરુખને લઈને ઍક્શન ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. શાહરુખે બેક-ટુ-બેક બે ઍક્શન ફિલ્મ કરી છે એથી તે તરત જ ઍક્શન ફિલ્મ કરવા નથી માગતી. જોકે તે ડંકીને કારણે એક્સપરિમેન્ટ પણ કરવા નથી માગતો. આથી જો સારો આઇડિયા મળ્યો તો બન્ને સાથે ફિલ્મમાં કામ કરશે અને એ પણ ઍક્શન ફિલ્મમાં

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement