For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કંગનાએ ગઇકાલે તમાચો ખાધો, આજે રિપોર્ટર સાથે બોલાચાલી

05:24 PM Jun 07, 2024 IST | Bhumika
કંગનાએ ગઇકાલે તમાચો ખાધો  આજે રિપોર્ટર સાથે બોલાચાલી
Advertisement

ગુજરાત મિરર, નવીદિલ્હી તા.7
કંગના રનૌત તાજેતરમાં જ ભાજપની ટિકિટ પર હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી લોકસભા ચૂંટણી 2024 જીતી છે. ચંદીગઢ એરપોર્ટ પર CISF લેડી કોન્સ્ટેબલ દ્વારા થપ્પડનો શિકાર બની ત્યારે અભિનેત્રી આ જીતની યોગ્ય રીતે ઉજવણી પણ કરી શકી ન હતી. આજે સવારે, જ્યારે નવા ચૂંટાયેલા સાંસદ સંસદ પહોંચ્યા, ત્યારે તેણીએ પત્રકાર સાથે બોલાચાલી કરી. તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

કંગનાએ લોકસભા ચૂંટણી તો જીતી લીધી છે પરંતુ તેની સાથે વિવાદો પણ શરૂૂ થઈ ગયા છે. ગઈકાલે દિલ્હી આવતી વખતે ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફની મહિલા કોન્સ્ટેબલ દ્વારા જોરદાર થપ્પડ મારનાર કંગના રનૌત આજે સવારે સંસદમાં પહોંચી ત્યારે ખૂબ જ ગુસ્સામાં જોવા મળી હતી. આ દરમિયાન તે રિપોર્ટર સાથે ઝઘડી પડી હતી.

Advertisement

કંગના ગુસ્સામાં એક રિપોર્ટરનો માઈક્રોફોન હટાવતી જોવા મળી હતી, જેના પર રિપોર્ટરને એમ કહેતા સાંભળવામાં આવ્યા કે, જસ્ટ એક મિનિટ મેડમ, તમે શું કરી રહ્યા છો, હું એક સવાલ પૂછું છું. હવે રિપોર્ટર સાથે કંગનાની બોલાચાલીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

કંગના રનૌત ગઈ કાલે દિલ્હી આવવા માટે ચંદીગઢ એરપોર્ટ પહોંચી હતી. આ દરમિયાન કુલવિંદર કૌર નામની મહિલા કોન્સ્ટેબલે કંગનાને થપ્પડ મારી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ખેડૂત આંદોલન પર કંગનાના નિવેદનથી મહિલા કોન્સ્ટેબલ ગુસ્સામાં હતી. થપ્પડ મારવાની ઘટના બાદ કંગના રનૌતે કુલવિંદર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. જે બાદ ઈઈંજઋની લેડી ગાર્ડ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી. આ મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement