For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જુલાઇમાં કમલહાસન, અક્ષય અને જોન અબ્રાહમની ફિલ્મની ટક્કર

12:52 PM May 22, 2024 IST | admin
જુલાઇમાં કમલહાસન  અક્ષય અને જોન અબ્રાહમની ફિલ્મની ટક્કર

લાઈમાં કમલ હાસન, અક્ષયકુમાર અને જોન એબ્રાહમની ફિલ્મો ક્લેશ થવાની છે. કમલ હાસનની ‘ઇન્ડિયન 2’ બાર જુલાઈએ રિલીઝ થવાની છે એની અનાઉન્સમેન્ટ રવિવારે કરવામાં આવી હતી. 1996માં આવેલી ‘હિન્દુસ્તાની’ની આ સીક્વલ છે. ‘ઇન્ડિયન 2’ અનેક ભાષામાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને કમલ હાસનના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એ જ ફિલ્મ સાથે અક્ષયકુમાર અને રાધિકા મદનની ફિલ્મ ‘સરફિરા’ રિલીઝ થવાની છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થયેલી તામિલ ફિલ્મ ‘સૂરારાઇ પોટ્ટરુ’ની હિન્દી રીમેક છે. તો બીજી તરફ જોન એબ્રાહમની નવેદાથ પણ બાર જુલાઈએ રિલીઝ થવાની છે. એકસાથે ત્રણ ફિલ્મો રિલીઝ થવાની હોવાથી લોકોને પણ અલગ-અલગ પ્રકારની ફિલ્મો જોવાની તક મળશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement