For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલ્યાણપુર પંથકની સગીરાના અપહરણ સબબ ખંભાળિયાના શખ્સ સામે ફરિયાદ

10:56 AM May 14, 2024 IST | Bhumika
કલ્યાણપુર પંથકની સગીરાના અપહરણ સબબ ખંભાળિયાના શખ્સ સામે ફરિયાદ
Advertisement

  કલ્યાણપુર તાલુકામાં રહેતા એક પરિવારની 15 વર્ષ 11 માસની સગીર વયની પુત્રીને ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા વિજય જીવાભાઈ હરિયાણી નામના શખ્સ દ્વારા લગ્ન કરવાના ઇરાદે લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી અપહરણ કરીને લઈ જવા સબબ સગીરાના પિતા દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પૉક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ સી.પી.આઈ. આર.બી. સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી છે.

વડત્રાના વૃદ્ધને મારી નાખવાની ધમકી આપતા ચાર શખ્સો સામે ફરિયાદ

   ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા કરસનભાઈ ડોસાભાઈ ચાવડા નામના 60 વર્ષના વૃદ્ધની વાડીના છેડેથી તેમની મંજૂરી વગર આ જ વિસ્તારના રહીશ ગોગન ભીખાભાઈ ચાવડા દ્વારા ઈલેક્ટ્રીક થાંભલાની લાઈન પોતાની વાડીએ લઈ જવા માટે પી.જી.વી.સી.એલ.ના કોન્ટ્રાક્ટર થાંભલા ખોડતા હોય, જે થાંભલા ખોડવાની ના કહેતા આરોપી ગોગન ભીખા ચાવડા સાથે અશ્વિન ગોગન ચાવડા, નેભા ગોગન અને હેમત નામના ચાર શખ્સો દ્વારા તેમને પગરખાનો ઘા ઝીંકી, ઢીકા-પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે તમામ ચાર શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.

દ્વારકામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

Advertisement

  દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા જુમા ઈસાભાઈ મુસ્લિમ, સત્તાર સુમારભાઈ ઢોકી અને ઈસ્માઈલ ભીખન ઢોકી નામના ચાર શખ્સોને ઝડપી લઇ, મુદ્દામાલ કરજે કર્યો હતો.

ભાણવડ નજીક ડુંગર વિસ્તારમાં બે સ્થળોએ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આરોપીઓ ફરાર

     ભાણવડથી આશરે 26 કિલોમીટર દૂર ધામણીનેશ વિસ્તારમાં આવેલા પાણીના ઝરણા નજીકથી પોલીસે દરોડો પાડી એક સ્થળેથી 2,400 લીટર દારૂ બનાવવાનો આથો તેમજ અન્ય એક સ્થળેથી દેશી દારૂની ભઠ્ઠીના જુદા જુદા સાધનો, દેશી દારૂ સહિત કુલ રૂપિયા 8,000 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ બંને પ્રકરણમાં આરોપી એવા જયેશ કારાભાઈ રબારી અને જાદવ ગલ્લાભાઈ મોરી નામના બે શખ્સો ફરાર જાહેર થયા છે.
Advertisement
Tags :
Advertisement
Advertisement