For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાજોલની કો-સ્ટાર નૂર મલબીકા દાસનું મોત, પંખાથી લટકતી હાલતમાં મળી લાશ

01:41 PM Jun 10, 2024 IST | Bhumika
કાજોલની કો સ્ટાર નૂર મલબીકા દાસનું મોત  પંખાથી લટકતી હાલતમાં મળી લાશ
Advertisement

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વેબ સિરીઝ 'ધ ટ્રાયલ'માં કાજોલ સાથે કામ કરનાર અભિનેત્રી અને કતાર એરવેઝની પૂર્વ એર હોસ્ટેસ નૂર મલબીકા દાસનું નિધન થયું છે. અભિનેત્રી મુંબઈમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી છે. આટલી નાની ઉંમરમાં અભિનેત્રીના અચાનક મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે.

મળતી માહિતી મુજબ, પોલીસે 6 જૂને નૂર મલબીકા દાસનો મૃતદેહ તેના લોખંડવાલા ઘરમાંથી મળ્યો હતો. જ્યાં અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે તેણે આત્મહત્યા કરી છે. જો કે હજુ સુધી મોતનું કારણ બહાર આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Advertisement

પોલીસનું કહેવું છે કે નૂર માલાબિકા પાસે રહેતા લોકોને તેના ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી. જ્યારે પડોશીઓએ આ અંગે ઓશિવરા પોલીસને જાણ કરી તો તેઓએ અભિનેત્રીના ઘરનો દરવાજો તોડીને ફ્લેટમાં જઈને તપાસ કરી. અંદર પ્રવેશતા જ પોલીસને નૂરનો મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પોલીસે નૂરના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો કોઈ આગળ આવ્યું નહીં અને કોઈએ તેનો મૃતદેહ લીધો નહીં. આવી સ્થિતિમાં, પોલીસે લાવારસ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરનાર એનજીઓની મદદથી રવિવારે નૂરના અંતિમ સંસ્કાર કર્યા.

કોણ છે નૂર મલબીકા દાસ?

નૂર મલબીકા દાસ 32 વર્ષની હતી. તે આસામની રહેવાસી હતી. તેણે ઘણી હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. જેમાં સિસાકિયાં, વોકમેન, સ્પાઈસી ચટની, પ્યુબિક રેમેડી, ઓર્ગેઝમ, દેખી અનદેખી, બેકરોડ હલચલ વગેરેનો સમાવેશ થાય છે.

નૂર મલબિકા 'ATM ભાભી', 'I'm Sorry Teacher' અને 'Adla Badli' જેવી સિરીઝ માટે જાણીતી છે. તેણે ઉલ્લુ ટીવી એપ માટે મોટા ભાગનું કામ કર્યું છે. તેની લેટેસ્ટ એડલ્ટ સિરીઝ હતી ‘ઘરવાલી બહારવાલી’. આ સીરીઝમાં તેનો બોલ્ડ અને ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement