For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ દલિત સમાજની રેલીમાંથી પરત ફરેલા યુવકને રસ્તામાં કાળ ખેંચી ગયો

12:34 PM Jun 20, 2024 IST | Bhumika
ગોંડલ દલિત સમાજની રેલીમાંથી પરત ફરેલા યુવકને રસ્તામાં કાળ ખેંચી ગયો
Advertisement

જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરી માર મારવાના પ્રકરણમાં ગોંડલના ધારાસભ્યના વિરોધમાં દલિત સમાજ દ્વારા ગોંડલ ખાતે રેલી યોજવામાં આવી હતી જે રેલીમાં હાજરી આપી પરત ફરેલા પેઢલા ગામના યુવકને જેતપુર પાસે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જેતપુર તાલુકાના પેઢલા ગામે રહેતા નવનીત ધનજીભાઈ મકવાણા નામનો 19 વર્ષનો યુવાન ગત તા.12 ના રોજ જૂનાગઢના રાજુ સોલંકીના પુત્રનું અપરણ કરી માર

Advertisement

મારવાના પ્રકરણમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના વિરોધમાં જુનાગઢથી ગોંડલ ખાતે યોજવામાં આવેલી રેલીમાં ગયો હતો જે રેલીમાંથી પરત ફરતી વખતે નવનીત મકવાણાના બાઇકને જેતપુર પાસે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા નવનીત મકવાણાને તાત્કાલિક સારવાર માટે જેતપુર અને ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક નવનીત મકવાણા બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને ગોંડલ ખાતે યોજાયેલી દલિત સમાજની રેલીમાં હાજરી આપી પરત ફરતો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ તપાસનો દોર લંબાવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement