For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવા વર્ષ પહેલા જ સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારોને આપી ભેટ, વ્યાજદરમાં વધારાની કરી જાહેરાત

06:50 PM Dec 29, 2023 IST | Bhumika
નવા વર્ષ પહેલા જ સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારોને આપી ભેટ  વ્યાજદરમાં વધારાની કરી જાહેરાત

નવા વર્ષ પહેલા દેશની દીકરીઓને સરકારે મોટી ભેટ આપી છે. હવે દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વધુ વળતર મળશે. સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળા માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમના અપડેટેડ વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે સરકારે માત્ર સુકન્યા અને ત્રણ વર્ષની એફડી પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ વધારા પછી સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અને સુકન્યા યોજનામાં સૌથી વધુ વળતર મળશે. ચાલો તમને એ પણ જણાવીએ કે 3 વર્ષની FD અને સુકન્યાના વ્યાજદરમાં કેટલો વધારો થયો છે.

Advertisement

સુકન્યા યોજનાના વ્યાજદરમાં વધારો

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, નાની બચત યોજનામાં માત્ર બે યોજનાઓના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય કોઈપણ યોજનાના દરમાં વધારો કરવામાં આવ્યો નથી. માહિતી અનુસાર, સુકન્યાના વ્યાજદરમાં 0.20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ સુકન્યાનો વ્યાજ દર 8.20 ટકા થઈ ગયો છે. આનો અર્થ એ થયો કે સુકન્યા સ્મોલ સેવિંગ્સ સ્કીમ રિટર્ન આપવાની બાબતમાં સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમની બરાબરી પર આવી છે.

Advertisement

3 વર્ષની FDમાં પણ વધારો

બીજી તરફ, 3 વર્ષની FD પરના વ્યાજ દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, આ FDમાં 0.10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે રોકાણકારોને પોસ્ટ ઓફિસની ત્રણ વર્ષની FD પર 7.1 ટકા વળતર મળશે. આવતા ક્વાર્ટરમાં તમને એક વર્ષની FD પર 6.9 ટકા રિટર્ન, 2 વર્ષની FD પર 7 ટકા અને 5 વર્ષની FD પર 7.5 ટકા રિટર્ન મળશે. આમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement