For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંબાજીથી માત્ર 20 કિમી દૂર દાંતામાં કડાકા સાથે આવ્યો ભૂકંપનો આંચકો, લોકોમાં ફફડાટ

10:35 AM Feb 28, 2024 IST | Bhumika
અંબાજીથી માત્ર 20 કિમી દૂર દાંતામાં કડાકા સાથે આવ્યો ભૂકંપનો આંચકો  લોકોમાં ફફડાટ

બનાસકાંઠા જીલ્લાનાં દાંતામાં વહેલી સવારે ભૂકંપને આંચકો આવ્યો હતો. અંબાજીથી નજીક 20 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડ્યા હતા. ગ્રામજનોએ 2 સેકન્ડ સુધી ભૂકંપનાં આંચકાનો અનુભવ કર્યો હતો. વીજળીનાં કડાકા જેવો અવાજ આવતા ગ્રામજનો બહાર દોડી આવ્યા હતા. ભૂકંપમાં જાનમાલને કોઈ નુકશાન થવા પામ્યું નથી.

Advertisement

ભુકંપ શા માટે આવે છે??

ઉપરથી શાંત દેખાતી પૃથ્વીની અંદર હંમેશા એક પ્રકારે હલચલ થતી રહેતી હોય છે. જેના કારણે પેટાળમાં રહેલી પ્લેટો એકબીજા સાથે અથડાય છે અથવા તો એકબીજાથી દૂર થાય છે.જેના કારણે ભૂકંપ આવે છે. ભૂકંપને સમજવા માટે એ જાણવું પડશે કે પૃથ્વીની નીચે પ્લેટોની રચના કેવી છે. વૈજ્ઞાનિકોના મતે સમગ્ર પૃથ્વીની અંદર 12 ટેકટોનિક પ્લેટો છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે ખુબ મોટીમાત્રામાં ઊર્જા બહાર આવે છે. જેને ભૂકંપ કહેવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement