For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યમાં તા.27 થી 29 જૂન શાળા પ્રવેશોત્સવ

05:07 PM Jun 05, 2024 IST | admin
રાજ્યમાં તા 27 થી 29 જૂન શાળા પ્રવેશોત્સવ

શાળામાં સંખ્યા ઘટશે, બાલવાટિકામાં ભૂલકાં વધવાની શકયતા: 6 વર્ષ પૂરા નહીં થતા હોય તેને બાલવાટિકામાં એડમિશન અપાશે

Advertisement

સરકારી શાળાઓમાં પ્રવેશ વધે અને વિદ્યાર્થીઓ વધારે શાળા સુધી પહોંચે તે માટે 20 વર્ષ અગાઉ સરકાર દ્વારા શાળાપ્રવેશોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. જે આગામી તા.27થી 29 જૂન ત્રણ દિવસ સુધી શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતભરમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. સરકાર દ્વારા મંત્રી, ધારાસભ્ય સહિત રાજયની ઉચ્ચ અધિકારીઓનું લીસ્ટ તૈયારી કરી અને જે તે શાળાની યાદી મોકલી આપવામાં આવી છે.

શહેરી વિસ્તારની સરકારી શાળાઓને આગામી 27થી 29 જૂન દરમિયાન પ્રવેશોત્સવ યોજવા તૈયારી કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે. 27થી 29 જૂન દરમિયાન ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીમંડળના મંત્રીઓ, અધિકારીઓ અને અન્ય ક્ષેત્રના મહાનુભાવો ગામે-ગામ જઇને પ્રવેશપાત્ર બાળકોને વાજતે-ગાજતે શાળા પ્રવેશ કરાવશે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે દાયકાથી નવા શૈક્ષણિક વર્ષમાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજવામાં આવે છે. એકપણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહે નહીં તે માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવને શરૂૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમથી શિક્ષણનો વ્યાપ વધ્યો હોવાનું શિક્ષણ જગતમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બે દાયકાથી વધુ સમયથી ચાલે છે. નવા શૈક્ષણિક વર્ષ-2024-25માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે નવી શિક્ષણ નીતિની અમલવારી ગત વર્ષથી કરવામાં આવતા છ વર્ષ પૂર્ણ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેને પરિણામે 6 વર્ષથી નાના અને 5 વર્ષ પૂર્ણ કરેલા બાળકોનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે માટે પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા શરૂૂ કરવાનો નિર્ણય કર્યો.

દર વર્ષે રાજકોટ સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકો શાળાએ આવતા થાય તેના માટે વિવિધ રમતો રમાડવામાં આવે છે. આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન પણ સ્કૂલના અને આંગણવાડીના ભૂલકાંઓને સ્કૂલબેગ અને શૈક્ષણિક કિટ, સ્ટેશનરીની વસ્તુઓ આપવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement