For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એક વર્ષ સતત લોકોની વચ્ચે રહી જૂનાગઢમાં કરોડોના વિકાસકામો કરાવ્યા : કોરડિયા

11:19 AM Dec 09, 2023 IST | Sejal barot
એક વર્ષ સતત લોકોની વચ્ચે રહી જૂનાગઢમાં કરોડોના વિકાસકામો કરાવ્યા   કોરડિયા

ધારાસભાની ચૂંટણી જીત્યા પછી પ્રજા-મતદારોથી દૂર જવાને બદલે સતત પ્રજાના સંપર્કમાં રહેતા જૂનાગઢનાં ઉત્સાહી ધારાસભ્ય સંજયભાઇ કોટડીયા આજે ગુજરાત મિરર કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં. તેઓએ તંત્રી સંજયભાઇ પટેલ સમક્ષ અત્યાર સુધીમાં જુનાગઢ જિલ્લા માટે કરેલા અનેકવિધ વિકાસના કામો પર પ્રકાશ ફેંકી જિલ્લાને પ્રજાભિમુખ બનાવવાની તત્પરતા બતાવી હતી.
ચૂંટાયા પછી માત્ર એકજ વર્ષમાં ખાસ તો સાંપ્રત સમાજના જન માનસ પર અંકિત થયેલી માન્યતાને હટાવતા ધારાસભ્ય કોટડીયાએ જાણાવ્યુ હતું કે, વર્ષોથી પ્રજામાં એવી લોકમાન્યતાના ચાલી આવે છે કે એકવાર ચૂંટણીમાં જીતી ગયા પછી જે-તે-ઉમેદવાર-પાંચ-પાંચ વર્ષે સુધી પોતપોતાના મત વિસ્તારોમાં ડોકાતા નથી!
આવી લોક માન્યતાને ખોટી કરવી જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઇએ શહેરીજનો માટે પોતાના કાર્યાલય પર, દર શુક્રવારે સવારે 10 થી 1 એમ ત્રણ કલાક ફાળવે છે તેમજ જિલ્લાનાં 17 ગામડાઓમાં દર ત્રણ મહિને રામજીમંદિરે કે ગ્રામપંચાયતે ખાસ મુલાકાત ગોઠવી પ્રજાના પ્રશ્ર્નો જાણે છે અને મહતમ પ્રશ્ર્નો લ કરાવવા પ્રયત્નો કરે છે. પોતાની સતા દરમિયાન ધારાસભ્ય તરીકેની ફરજ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં હાથ ધેલા પૂર્ણ કરેલા અને આગામી ટૂંક દિવસોમાં પૂર્ણ થનારા કામ બાબતે ધારાસભ્ય કોટડીયાએ જણાવ્યું હતું કે, દેશ આઝદ થયો ત્યારથી ગીરનાર ઉપર અંબાજી માતાજીનાં મંદિર સુધીની વિજળીનો પ્રશ્ર્ન યાત્રાળુઓને સતાવતો હતો.
એક વખત ગિરનાર વિસ્તારમાં ગૂલ થયેલી વીજળી કલાકો પછી પૂર્વવત થાય ત્યાં સુધીમાં છવાયેલા રહેતા અંધારપટને તેઓએ કાયમી દૂર કરાવ્યા છે. આ માટે છે ક અંબાજી મંદિર સુધી રૂા.8 કરોડના ખર્ચે કેબલ પાથરી, 6 નવા વીજ ટ્રાન્સફોર્મર ઉભા કરી ગીરનાંમાં ચોવીસેય કલાક વીજળી ઝબૂકતી કરાઇ છે.
શહેરનાં મોટીબાગ વિસ્તારમાં વર્ષો જૂનો વીજળીની આવન જાવનની સમસ્યાનો પ્રશ્ર્ન હવે ટૂંક દિવસો માંજ ભૂતકાળ થઇ જશે. આ માટે નવું 66 કેવી સબસ્ટેશન ઊંભુ કરવા માટે રૂા.16 કરોડનું ટેન્ડટીંગ પ્રક્રિયા આટોપી દેવાઇ છે. વર્ક ઓર્ડર પણ આપી દેવાની કવાયત ચાલું જ છે.
સરકારી ગર્લ્સ હાઇસ્કૂલના જર્જરીત બાંધકામને રૂા.4 કરોડના ખર્ચે હેરિટેજ સમુ રીનોવેશન કરાવી નવા વાઘા પહેરાવાયા છે. નરશી મહેતા યુનિવર્સિટીમાં રૂા.18 કરોડના ખર્ચે અઘતન લાયબ્રેરી ઊભી કરવાની ગતિવિધિઓ હવે અંતિમ ચરણોમાં હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું.

Advertisement

17 ગામોમાં ડોર ટુ ડોર કચરો લેવા જતી ટીપરવાન : અનન્ય સેવા

ગુજરાત મિરર સાથેની ખાસ મુલાકાતમાં ધારાસભ્ય સંજય કોરડીયાએ પોતાના ચૂંટાયાના એક વર્ષમાં જ શરૂ કરેલી સેવાઓ, વિકાસના કામો બાબતે ઉમેર્યુ હતું કે, રાજકોટ-જૂનાગઢ વચ્ચે દર 30 મિનિટે બસ, માત્ર 13 રૂપિયામાં બસ સ્ટેન્ડથી ભવનાથ સુધીની બસ શરૂ કરાઈ છે. પોતાના મતક્ષેત્રના 17 ગામોમાં ઘરે ઘરે નળ કનેકશનથી નર્મદાના નીર પહોંચાડયા એ ઉપરાંત 17 ગામોમાં રોજ દિવસ દરમિયાન ડોર ટુ ડોર કચરો કલેકશન કરવાની ગુજરાતમાં એકમાત્ર તેઓની સેવા હાલમાં પણ શરૂ હોવાનું જણાવ્યું હતું. આ સિવાય એક ગામથી બીજા ગામને જોડતા ગામડાઓનાં રોડ રસ્તાની હાલત સુધારવા પણ તેઓ જાગૃત હોવાનું જણાવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement