For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં બાકી મિલકત વેરા ઉપર 100 ટકા વ્યાજ મુક્તિ યોજનાનો પ્રારંભ

12:56 PM Dec 20, 2023 IST | Sejal barot
જૂનાગઢમાં બાકી મિલકત વેરા ઉપર 100 ટકા વ્યાજ મુક્તિ યોજનાનો પ્રારંભ

જૂનાગઢ મહાનગરપાલિકા ની સાધારણ સભા પંડિત દીનદયાળ ઉપાધ્યાય સભાખંડ મહાનગરપાલિકા ખાતે મળેલ છે.જેમાં સભાના અધ્યક્ષ મેયર દ્વારા સર્વે કોર્પોરેટરો નું સ્વાગત કરવામાં આવેલ. કમિશનર તન્ના,ડે.મેયર ગીરીશ કોટેચા,નાયબ કમિશનર ઝાંપડા,ધારાસભ્ય સંજય કોરડીયા,સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા, શાસકપક્ષ નેતા કિરીટ ભીંભા,દંડક અરવિંદ ભલાણી તથા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર સાધારણ સભાનું સફળ સંચાલન સેક્રેટરી ટોલિયા દ્વારા કરવામાં આવેલ હતું.
જૂનાગઢ મહાનગરપાલિકા હદમાં ભવનાથ વિસ્તારમાં આવેલ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસનીસામે આવેલ મેદાનની જગ્યામાં રોપ-વે કંપનીને જે તે સમયે માલસામાન રાખવા માટે જગ્યા ફાળવવામાં આવેલ હતી અને હાલ ત્યાં ટીકીટ બુકીંગ માટે તેઓ આ જગ્યાનો ઉપયોગ કરે છે. આ જગ્યા તેમને મહાનગરપાલિકા ધ્વારા ભાડા પટ્ટે કોઈ કરાર કરી આપેલ છે કે કેમ? જો ભાડાપટે ન આપેલ હોય અથવા તો ઉપરોકત જગ્યા મહાનગર પાલિકાની ન હોય તો આ જગ્યાનો ઉપયોગ કરવા બદલ ત્યાં થતો કચરો તેમજ ગાર્બેજ કે અન્ય ઘસારા બદલ મહાનગરપાલિકા ધ્વારા કોઈ ચાર્જ વસુલ કરવામાં આવે છે કે કેમ? તેમજ તેઓ ધ્વારા ટીકીટ કલેકશન ચાલુ કરે છે ત્યારે મહાનગરપાલિકા ધ્વારા કોઈ લાયસન્સ ઈશ્યુ કરેલ છે કે કેમ ? તેમજ અન્ય કોઈ રેવન્યુ ટેકસ ધ્વારા વેરા વસુલવામાં આવે છે કે કેમ? તેમજ ઉપરોકત જગ્યાનો હાઉસ ટેકસ વસુલ લેવામાં આવે છે કે કેમ ? તેની વિગતવાર માહિતી આપવા અંગે બોર્ડ સમક્ષ આપવા વિરોધ પક્ષના નગરસેવક મંજુલાબેન પણસારાએ સભ્ય લલીત પણસારાના ટેકા સાથે કરેલ દરખાસ્તને કાર્યવાહી અર્થે કમિશનર તરફ યોગ્ય નિર્ણય અર્થે મોકલવામાં આવેલ છે.
મહાનગરપાલિકાની હાઉસ ટેકસ શાખા ધ્વારા થોડા દિવસથી નામ ટ્રાન્સફરની પ્રક્રિયા ચાલતી હતી તેના બદલે તા.1/12/2023 થી નવા નિયમો કરી અને બીનખેતી થી ઉતરોતર દસ્તાવેજો માગવામાં આવે છે.જયારે કોઈ વ્યકિતનુ નામ હાઉસ ટેકસ રજીસ્ટ્રરે ચડાવવામાં આવે છે ત્યારે તમામ આધાર પુરાવાઓ રજુ કર્યા બાદ જ તેમનુ નામ હાઉસ ટેકસ રજીસ્ટ્રરે ચડતુ હોય છે. જેથી જે વ્યકિતનુ નામ હાઉસ ટેકસ રજીસ્ટ્રરે હોય તે બાદના દસ્તાવેજો માંગવા જોઈએ નહી કે બીનખેતી થાય ત્યારથી દસ્તાવેજો માંગવા તે કાયદાની દિષ્ટ્રીએ પણ યોગ્ય નથી. જો બીન ખેતીથી તમામ દસ્તાવેજો માંગવાનો નિયમ કાયદાકીય રીતે યોગ્ય હોય તો તા.1/04/2023
થી તા.30/04/2023 થયેલા નામ ટ્રાન્સફર નિયમ વિરૂૂધ્ધના થયા હતા કે શું. તેની સ્પષ્ટતા કરવી અને હાલ નવા બાંધકામની નવી આકારણી માટે અરજી કરે છે.
જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ મિલ્કતોની પાછલી તમામ બાકી રકમ સાથે ચાલુ નાણાકીય વર્ષની પુરેપુરી રકમ ભરપાઈ કરવામાં આવેતો પાછલી બાકી રકમ ઉપરના આજ સુધીના વ્યાજમાં 100% ની રાહત આપવા અંગેની યોજનાને ગત વર્ષે સારો પ્રતિસાદ મળેલ હોય અને હજુ ઘણા મિલ્કત ધારકો આ યોજનાનો લાભ લઈ શકે અને જૂનાગઢ મહાનગરપાલિકા હાઉસટેકસની વસુલાત વધે તે હેતુ ધ્યાને રાખી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ મિલ્કતોની પાછલી તમામ બાકી વેરા સહીતની તમામ રકમ સાથે ચાલુ નાણાકીય વર્ષની પુરેપુરી રકમ તા.01/01/2024 થી તા.31/3/2024 સુધીમાં ભરપાઈ કરવામાં આવેતો પાછલી બાકી રકમ ઉપરના વ્યાજમાં 100% ની રાહત આપવાનું તથા જે મિલ્કત ધારકોના ઘરવેરા બાકી લેણા રહેતા હોય તેવા અરજદાર સામે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ તથા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવે જે અંગે લોક અદાલતમાં કેસ કરવા મહાનગરપાલિકા-જૂનાગઢના આસિ.કમિશનર તથા હાઉસટેકસ સુપ્રિટેન્ડેન્ટને પ્રિ-લીટીગેશન કેસ કરવાની સત્તા આપવામાં આવી છે. ઉપરાંત રેવન્યુ ટેકસ તથા વ્યવસાય વેરાના પ્રિ-લીટીગેશન કેસ કરવા આસિ.કમિશનર (ટેકસ) તથા રેવન્યુ ટેકસના માટે રેવન્યુ ટેકસ સુપ્રિટેન્ડેન્ટ અને વ્યવસાય વેરા માટે વ્યવસાય વેરા અધિકારીને સત્તા આપવાનું સર્વાનુમતે શહેરીજનો માટે રાહતરૂૂપ નિર્ણય લેવામાં આવેલ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement