રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેશોદમાં માતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રનો આપઘાતનો પ્રયાસ

12:56 PM Dec 26, 2023 IST | Sejal barot
Advertisement

કેશોદમાં આવેલા ઇન્દિરાનગરમાં રહેતા યુવાનને કામ બાબતે માતાએ ઠપકો આપતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે કેશોદમાં આવેલા ઇન્દિરાનગરમાં રહેતો પ્રતાપ જગદીશભાઈ પરમાર નામનો 23 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવાનને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પ્રતાપ પરમાર ચાર બહેનોનો એકનો એક ભાઈ છે. માતા ભાવનાબેને કામધંધો કરવા મુદ્દે ઠપકો આપતા પ્રતાપ પરમારે ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં લોધિકાના મેંગણી ગામે રહેતી હેતલબેન વિજયભાઈ પલાણ નામની 20 વર્ષની સગર્ભા વિપુલસિંહ પરમારની વાડીએ હતી. ત્યારે ભૂલથી ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં હેતલબેન મૂળ દાહોદ પંથકની વતની છે. અને તેણીને આઠ માસનો ગર્ભ છે. ભૂલથી ઝેરી દવા પી જતા તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
keshodson's suicide attempt when motherM reprimandsM himM for work
Advertisement
Next Article
Advertisement