For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં રૂા.400 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનું થશે નિર્માણ

11:53 AM Dec 27, 2023 IST | Sejal barot
જૂનાગઢમાં રૂા 400 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનું થશે નિર્માણ

જૂનાગઢ સ્થિત ડો. સુભાષ અકેડમીના સ્થાપક અને અગ્રણી કેળવણીકાર પેથલજીભાઈ ચાવડાના 93માં જન્મ દિવસની ઉજવણી પ્રસંગે પેથલજીભાઈ ચાવડા ના પુત્ર સંસ્થાના પ્રમુખ જવાહર ચાવડાએ જણાવ્યું કે, મારા પિતાનું આ સંસ્થા એક યુનિવર્સિટી બને અને તેમનો લાભ ફકત ગુજરાતના વિદ્યાર્થીઓ જ નહી, પરંતુ સમગ્ર ભારતભરનાં વિદ્યાર્થીઓને મળે તેવું સપનું હતુ.શૈક્ષણિક ક્ષેત્રે જાહેરાત કરતા જણાવ્યું કે, જૂનાગઢમાં એક વિશાળ અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું યુનિવર્સિટી કેમ્પસનુ નિર્માણ કરવામા આવશે. આ કેમ્પસ 125 એકર અને રૂૂપિયા 400 કરોડ ઉપરનાં ખર્ચથી નિર્માણ બનશે અને 25 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેટલી ક્ષમતા વાળુ અને આ યુનિવર્સિટી બે તબક્કામાં નિર્માણ થશે. આ વિશાળ અદ્યતન યુનિવર્સિટી કેમ્પસની ડિઝાઈન જાણીતા આર્કિટેક જેમણે આઇઆઇએમ બેંગલોર, આઇઆઇએમ ઉદયપુર, સીઇપીટી યુનિવર્સિટી, એનઆઇએફટી ન્યૂ દિલ્હી, અને નાલંદા જેવી સંસ્થાઓ ની ડિઝાઈન કરી છે, તેતેવા આર્કિટેક પદ્મભૂષણ બી.વિ.દોશી અને તેમની સાથે જર્મનીના પ્રિન્સીપાલ આર્કિટેક દ્વારા કરવામાં આવશે.
આ કેમ્પસ ભારતની ઉચ્ચ અભ્યાસ માટે શ્રેષ્ઠ ગણાતી રાષ્ટ્રીય કક્ષાની આઇઆઇટી, અને આઇઆઇએમ, જેવી આધુનિક અને અદ્યતન સુવિધાઓ થી સભર હશે. જેમા આંતરરાષ્ટ્રીય કક્ષાનાં તમામ વિષયો ના શૈક્ષણીક ભાવનો 400 જેટલો સ્ટાફ અને 12,000 વિદ્યાર્થીઓ નો સમાવેશ થાય તેવા અઈ અને ગઘગ અઈ રહેઠાણ ની સુવિધા, વિશાળ ઓડિટોરિયમ, કોન્ફરન્સ, હશે એમ્હિતથિએટર ની સુવિધા ઉપલબ્ધ થનાર છે. ઉપરાંત વિદ્યાર્થીઓ મા સંશોધન ની રુચિ વધે તે માટે વિદ્યાથીઓ મા ઉદ્યોગ સાહસિકતા ના ગુણો વિકસાવવા ના હેતુસર આંતર પ્રેન્યોરશિપ , કેરિયર ડેવલોપમેન્ટ, સેલની સ્થાપના કરવામાં આવનાર છે. વિદ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ ને ધ્યાનમાં રાખીને આંતરરા્ટ્રીય કક્ષાનાં ઇન્ડોર અને આઉડોર સ્પોર્ટ્સ ફસિલિટી ઊભી કરવામાં આવશે. ડો. સુભાષ યુનિવર્સિટીના નવા બિલ્ડિંગનું નિર્માણ કાર્ય થોડા સમયમાં શરૂૂ કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement