For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નકલી DYSP: સૌરાષ્ટ્રના 17 લોકોને નોકરીની લાલચે શીશામાં ઉતાર્યાનો ઘટસ્ફોટ

12:44 PM Dec 13, 2023 IST | Sejal barot
નકલી dysp  સૌરાષ્ટ્રના 17 લોકોને નોકરીની લાલચે શીશામાં ઉતાર્યાનો ઘટસ્ફોટ

હાલ જાણે નકલી પી.એ. અને નકલી પોલીસ અધિકારી પકડાવાની સિઝન ચાલી રહી હોય તેમ જૂનાગઢમાંથી મંત્રીના નકલી પી.એ. બાદ હવે નકલી ડીવાયએસપી પકડાયો છે. ફેમિલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો આ શખ્સ ડીવાયએસપીનું નકલી આઈ કાર્ડ બનાવી સરકારી નોકરીની લાલચ આપી 17 યુવક યુવતીઓ પાસેથી કુલ 2.11 કરોડ પડાવ્યાનું સામે આવ્યું છે. આ શખ્સ પાસેથી સિનિયર સિવિલ જજના આઈકાર્ડની કલર કોપી તેમજ મોબાઈલમાંથી બે પોલીસ કર્મીઓના આઈકાર્ડ પણ મળ્યા હતા. પોલીસે તેની તપાસ શરૂ કરી છે.
વધુ વિગત મુજબ,મૂળ અમદાવાદના મણીનગરનો અને જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો વિનીત બંસીલાલ દવેને એલસીબી પી.આઈ. જે.જે.પટેલ સહિતના સ્ટાફે તેને પકડી એલસીબી કચેરી ખાતે લઈ જઈ પૂછપરછ કરી તલાશી લેતા તેની પાસેથી ડીવાયએસપીનું નકલી કાર્ડ, તેના નામનું આધારકાર્ડ,ફેમિલી કોર્ટનું આઈકાર્ડ, પ્રિન્સિપાલ સિનીયર સિવીલ જજ જૂનાગઢનાં નામની કલર ઝેરોક્ષ, વાહનની આર.સી.બુક,120 રૂપીયા રોકડા અને એક મોબાઈલ ફોન મળ્યો હતો.આ અંગે એસ.પી. હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે,વિનીત દવે મૂળ અમદાવાદના મણીનગરમાં આવેલા ગોવિંદ એપાર્ટમેન્ટમાં અને બરોડાના માંજલપુરમાં રહે છે.તેની પોલીસ પૂછપરછ દરમ્યાન તેણે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારના 17 યુવક-યુવતીઓને નોકરીની લાલચ આપી ર.11 કરોડ પડાવ્યાનું પણ જણાવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
એસપી હર્ષદ મહેતાએ ઉમેર્યું હતું કે, વિનીત દવે ર018થી કોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેના કામના કારણે તેની સામે ઈન્કવાયરી ચાલુ હોવાથી તે અમદાવાદ જતો રહ્યો હતો. છેલ્લા એક-દોઢ વર્ષથી પોતે મોટો અધિકારી છે એવી ઓળખ આપી, ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક છે તેમ કહી યુવક-યુવતીઓ અને તેના વાલીઓને નોકરી અપાવવાના નામે વાતો કરી પૈસા પડાવતો હતો. હાલ આ અંગે એ ડિવિઝન પોલીસે વિનીત બંસીલાલ દવે સામે આઈપીસી 406, 46પ, 468, 471 અને 170 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

પશુપાલન મંત્રીના નકલી પી.એના બેન્ક ખાતા સીઝ કરાયા,SITની રચના કરાઈ

જૂનાગઢમાં પશુપાલન મંત્રીના નકલી પી.એ બનીને કારમાં એમ.એલ.એ નું બોર્ડ મારીને રોફ જમાવી અનેક લોકોને નોકરીના બહાને લાખો રૂૂપિયા પડાવી લેવાના ગુન્હામાં પકડાયેલ રાજેશ જેન્તી જાદવ (રહે.વાડલા ફાટક, ગાર્ડન સીટી,જૂનાગઢ) સામે પોલીસ વિભાગે તપાસ સઘન શરૂૂ કરી છે. એસપીએ જણાવ્યું કે,રાજેશ જાદવે છેલ્લા બે વર્ષના સમયગાળામાં અનેક લોકોને નોકરી અપાવી દેવાના બહાને લાખો રૂૂપિયા પડાવી લીધા છે. ત્યારે તેની સામે અત્યાર સુધીમાં અનેક કેસ સામે આવ્યા છે.એ ડીવીઝન વિસ્તારમાં લગ્ન કરાવી આપવાની લાલચે ઠગાઈ, સી ડીવીઝન વિસ્તારમાં નોકરીની લાલચે 4.75 કરોડ અને માણાવદરમાં નોકરી અને કોરોનાની સહાયના નામે લાખો રૂૂપિયા પડાવી લીધાનું સામે આવ્યું છે.બનાવની ગંભીરતાને ધ્યાને લઈને તેની સામે એક ખાસ તપાસ કમિટીની રચના કરી છે.જેમાં વિવિધ પોલીસ અધિકારીઓ જે તપાસ કરેશે તેનું સુપરવિઝન કેશોદ ડીવાયએસપી બી.સી.ઠક્કર અને માણાવદર સીપીઆઈ કે.આર.ભટ્ટ કરશે, છેલ્લા બે વર્ષમાં તેણે ઠગાઈ કરીને મેળવેલા લાખો રૂૂપિયા ક્યાં ક્યાં વાપર્યા અને તે રકમમાંથી કોઈ જંગમ કે સ્થાવર મિલકત ખરીદ કરી છે કે કેમ. સાથે તેના બેંક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન તપાસ કરવા અંતે બેંક એકાઉન્ટ સિઝ કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement