રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જૂનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે 668 મહિલા લોકરક્ષકનો દિક્ષાંત સમારોહ યોજાયો

12:28 PM Dec 21, 2023 IST | Sejal barot
Advertisement

જૂનાગઢ ની રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયની 668 મહિલા લોકરક્ષકની 20 મી બેંચની આઠ માસની બેઝીક તાલીમ પૂર્ણ થતા બીલખા રોડ સ્થિત રાષ્ટ્રવિર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહા વિદ્યાલયના ગ્રાઉન્ડમાં પ્રિન્સિપાલ અને રેન્જ આઇ.જી. નિલેષ જાજડીયાના અધ્યક્ષ સ્થાને દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે પરેડ નિરીક્ષણ અને માર્ચ-પાસ્ટ બાદ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ અને રેન્જ આઇ.જી. નિલેષ જાજડીયાએ દિક્ષાંત પ્રવચનમાં નવનિયુક્ત મહિલા લોકરક્ષકોને જણાવ્યું હતું કે હવે પુરા શિસ્ત સાથે પોલીસ દળમાં ફરજ બજાવવાની છે ત્યારે હંમેશા બંધારણને વફાદાર રહીને રાષ્ટ્રભક્તિ સાથે કર્તવ્ય બજાવીએ. પોલીસે ગમે તે ઘડીએ સમાજના રક્ષણ માટે હંમેશા તત્પર રહેવાનું છે. મહિલા, બાળકો, વૃધ્ધો અને નિ:સહાય સહાય લોકોની પણ મદદ કરવાની છે. બંદોબસ્તથી માંડીને પ્રોટોકોલ મુજબની કામગીરીની જે તાલીમ આપવામાં આવી છે તેનો અમલ કરીને સમાજસેવામાં સરકારે સોંપેલી ફરજમાં સમર્પિત થવાની શીખ આપી હતી.
આ તાલીમ દરમિયાન ઇનડોર અને આઉટડોર શ્રેષ્ઠ કામગીરી અને વિશેષ કૌશલ્યથી કામ કરનાર મહિલા લોક રક્ષકોને જેમાં પાયલબેન કનૈયાલાલ ધાંધલ, સવિતાબેન સુરાભાઇ ગોહેલ, પુરીબેન હિમ્મતભાઇ ગોહેલ, સમીરાબેન હનિફભાઇ, શિલ્ડ આપીને આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર તાલીમગાળામાં સર્વશ્રેષ્ઠ તાલીમાર્થી તરીકે શ્રધ્ધાબેન ભાવસિંહભાઇ ગોહેલનું બહુમાન કરવામાં આવ્યુ હતુ. પરેડ કમાંડર કોમલબેન સાગરભાઇ રબારી પરેડનું શ્રેષ્ઠ સંચાલન કરવા બદલ સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમની શરૂૂઆતમાં રાષ્ટ્રગીત, હથિયારધારી અને બિન હથિયાર ધારી મહિલા લોક રક્ષકોની પરેડનું નિરીક્ષણ, શપથ ગ્રહણ, રાષ્ટ્ર ધ્વજ અને યુનીટ ધ્વજ સાથે માર્ચ પાસ્ટ અને પ્રોટોકલ સ્વાગત બેન્ડ સુરાવલી સાથે કરવામાં આવ્યું હતું. પરેડ કમાન્ડર કોમલબેન સાગરભાઇ રબારી 668, બહેનોનું પરેડનું નેતૃત્વ કર્યુ હતુ. પોલીસ તાલીમ મહાવિદ્યાલનાં નાયબ પોલસ અધિક્ષક ગોહિલે તાલીમગાળાની વિગતો આપી જણાવ્યુ હતુ કે આઠ માસની તાલીમ દરમ્યાન તાલીમાર્થિઓને પ્રતિદિન આઠ પીરીયડ તાલીમ આપાતી જેમાં ઈન્ડોર અને આઉટડોર તાલીમ દરમ્યાન કાયદાકીય જ્ઞાન સાથે સઘળા સરકાર કક્ષાએ ઉપલબ્ધ વેપનની જાણકારી અનેતાલીમ આપવામાં આવી હતી.પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં ઉપાચાર્ય એમ.જે.જલુએ જણાવ્યુ હતુ કે હવે તાલીમાર્થી બહેનો તાલીમ પુર્ણ થતાં રાજકોટ શહેર, સુરત શહેર, વડોદરા શહેર, રાજકોટ ગ્રામ્ય, દેવુભમિ દ્વારકા, ગિર સોમનાથ, વગેરે જિલ્લાઓમાં ફરજ નીયુક્ત થશે. આ કાર્યક્રમમાં જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયા, ભગવાનજી કરગઠીયા, દેવા માલમ,પોલીસ અધિકારીઓ ઉપરાંત તાલીમાર્થીઓના વાલીઓ, જૂનાગઢનાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Tags :
collegeConvocation of 668 Women Lok Rakshasa held at JunagadhJunagadhpoliceTraining
Advertisement
Next Article
Advertisement