રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જૂનાગઢમાં મંત્રી પરસોત્તમ સોલંકીના ઝડપાયેલા નકલી પીએ સામે વધુ એક ગુનો

11:52 AM Dec 09, 2023 IST | Sejal barot
Advertisement

જૂનાગઢ તાજેતરમાં સાબલપુર ચોકડી નજીક પોતાને ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રીનો પીએ તરીકે ઓળખાવતો બોગસ શખ્સ ઝડપાયા બાદ તેની સામે એક પછી એક ફરિયાદ પ્રકાશમાં આવી રહી છે આ શખ્સ સામે વધુ એક ભોગ બંનનાર દ્વારા પ્રકાશમાં આવેલી ફરિયાદમાં જૂનાગઢ ખાતે રહેતા એક યુવકને સરકારી શિક્ષકની નોકરી અપાવવાના નામે તેની પાસેથી 4.75 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ ના મધુરમ વિસ્તારમાં રહેતા નિરજ વૈષ્ણવે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેના પિતા જ્યારે લગ્ન પ્રસંગમાં બહારગામ ગયા હતા ત્યારે નકલી પીએ રાજેશ જાદવ તેના પિતાને મળ્યો હતો પોતે જૂનાગઢ વાડલા ફાટક ગાર્ડન સિટીમાં રહે છે. રાજેશ જાદવે પોતાના નામ વાળું પરસોતમ સોલંકીના પીએ હોવાનું વીઝીટીંગ કાર્ડ પણ નીરજ પીએ હોવાનું વીઝીટીંગ કાર્ડ પણ નીરજ વૈષ્ણવના પિતાને આપેલ હતું. સમય જતા નીરજ વૈષ્ણવના પિતાએ પોતાના દીકરા નીરજને સરકારી નોકરી માટે રાજેશ જાદવને વાત કરી હતી. ત્યારે રાજેશ જાદવે નીરજને સરકારી શિક્ષકમાં ગોઠવી આપવાની વાત કરતા નોકરી માટે રૂપિયા ખર્ચવા પડશે તેવું જણાવ્યું હતું અને બાદમાં આ નકલી પીએ રાજેશ જાદવે અલગ અલગ બેગ એકાઉન્ટ મારફતે અને રોકડ રૂપિયા એમ મળી કુલ 4,75, લાખ પડાવ્યા હતા. એટલું જ નહીં આ નકલી પીએ રાજેશ જાદવે ઘણો સમય વીત્યા બાદ નીરજ વૈષ્ણવના પિતાએ નોકરી બાબતે પૂછતા તેમને કહ્યું હતું.કે હું ગાંધીનગરથી તમારી નોકરીનો હુકમ લઈને આવ્યો છું.એકાદ મહિનામાં સહી સિક્કા થયા બાદ આ ઓર્ડર તમને મળી જશે. અને ત્યારબાદ કેશોદમાં શિક્ષક તરીકેની નોકરીનો હુકમ નીરજ વૈષ્ણવને બતાવેલ પરંતુ સહી વિનાનો આ ઓર્ડર જોયા બાદ આ નકલી પીએની પોલ છતી થઈ હતી.જ્યારે હાલ આ સમગ્ર મામલે નોકરીની લાલચમાં છેતરપિંડીનો ભોગ બનેલા નીરજ વૈષ્ણવે સી ડિવિઝન પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવી હતી.જેને લઇ શહેરની સી ડિવિઝન પોલીસ દ્વારા આ નકલી પીએ બાબતે વધુ તપાસ હાથ ધરી છે દ્વારા વધુ એક યુવાનને નોકરીની લાલચ આપી લાખો રૂૂપિયા પડાવવાની પોલીસ ફરિયાદ નોંધાય છે. તાજેતરમ જૂનાગઢની સાબલપુર ચોકડી પાસેથી રાજેશ જાદવને એમ એલ એ ગુજરાત લખેલ કારમાંથી પોલીસે દબોચ્યો હતો. રાજેશના કબજામાંથી રાજ્યકક્ષાના મંત્રીના પીએ હોવાના વિઝિટિંગ કાર્ડ પણ પોલીસને મળ્યા હતા જૂનાગઢમાં આ મામલે ગુનો પાસેથી રાજેશ જાદવ ન એમએલએ ગુજરાત લખેલા બોર્ડ સાથેની કારમાંથી પોલીસે ઝડપી લીધો હતો. રાજેશના કબજામાંથી રાજ્યકક્ષાના મંત્રીના પીએ હોવાના વિઝિટિંગ કાર્ડ પણ મળી આવ્યા હતા. જૂનાગઢમાં આ મામલે ગુનો નોંધાયા બાદ ગઈકાલે પણ ધોરાજીમાં લગ્નની લાલચ આપી એક યુવક સાથે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ આજે ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. નકલી પીએ દ્વારા અન્ય કેટલા લોકોને છેતરવામાં આવ્યા છે તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આગામી દિવસોમાં હજી વધુ ભોગ બનનાર સામે આવે તેવી શક્યતા ઓ પોલીસ સુત્રોમાં સેવાઈ રહી છે.

Advertisement

Tags :
Another crime against fake PA of Minister ParasottamcaughtinJunagadhSolanki
Advertisement
Next Article
Advertisement