For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ દ્વારકામાં અજાણ્યા શખ્સોનો પત્રકાર પર હુમલો

12:32 PM May 03, 2024 IST | Bhumika
દેવભૂમિ દ્વારકામાં અજાણ્યા શખ્સોનો પત્રકાર પર હુમલો
Advertisement

પૂછયા વગર પ્રોવિઝન સ્ટોરમાંથી માલ ઉપાડી, બબાલ કરી કર્યો હુમલો: પત્રકારો, વેપારીઓની એસપીને રજૂઆત

Advertisement

દ્વારકામાં મહાજન બજારમાં જલારામ પ્રોવીઝન સ્ટોર નામની દુકાન ધરાવતા અને પત્રકાર મહેન્દ્ર કકકડ ઉપર આજે બપોરે બે વાગ્યાની આસપાસ તેમની દુકાનમાંથી અજાણ્યા શખ્સોએ પુછયા વગર માલસામાન ઉપાડી લેતા અને તે બાબતે બોલાચાલી થતા દુકાનદારને અજાણ્યા શખ્સોએ સૌપ્રથમ બિભત્સ ગાળો આપતા અને બાદમાં પત્રકાર ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા તાત્કાલિક અસરથી પત્રકારે 100 નંબર પર પોલીસને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. આ બનાવને પગલે અસરગ્રસ્ત દ્વારા દ્વારકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ વિધિવત ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

સમગ્ર બનાવની જાણ થતા શહેરના વેપારીઓ તથા યુવા રઘુવંશી આગેવાનો ફરીયાદી સાથે પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને હુમલો કરનાર શખ્સો વિરૂદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવા રજુઆતો કરેલ. સમગ્ર બનાવના મામલે દ્વારકાના રઘુવંશી સમાજ તથા પત્રકારોમાં ઘેરા રોષની લાગણી ફેલાઈ છે.

આ સમગ્ર બનાવના મામલે જીલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેય સુધી વાત પહોંચી જતા જીલ્લા પોલીસ વડાએ સ્થાનીક પોલીસ સાથે વાતચીત કરેલ અને દ્વારકા પી.આઈ. ટી.સી. પટેલે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement