For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતીય ટીમને ઝટકો,T-20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં રિઝર્વ ડે નથી

12:28 PM May 15, 2024 IST | Bhumika
ભારતીય ટીમને ઝટકો t 20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં રિઝર્વ ડે નથી
Advertisement

રિઝર્વ ડે ને બદલે મેચના સમયમાં ચાર કલાકનો વધારે સમય અપાયો

ICC એ ટી-20 વર્લ્ડ કપની બીજી સેમી ફાઈનલ માટે રિઝર્વ ડે રાખ્યો નથી. બીજી સેમી ફાઈનલમાં કોઈ રિઝર્વ ડે ન હોવો ટીમ ઈન્ડીયા માટે મોટા ઝટકા સમાન છે કારણ કે બીજી સેમી ફાઈનલમાં ભારતીય ટીમના રમવાની વધારે સંભાવના છે. આથી રિઝર્વ ડે ન હોવો ભારતીય ટીમ માટે સારા સમાચાર નથી. બીજી સેમી ફાઈનલ માટે રિઝર્વ ડેની જગ્યાએ મેચનો સમય વધારાયો છે એટલે કે ટોટલ 250 મિનિટ ( 4 કલાકથી વધારે)નો સમય ફાળવાયો છે જેથી કરીને તે મેચને તે જ દિવસે પૂરી કરી શકાય.
જો બીજી સેમિફાઇલ મેચ વરસાદને કારણે ધોવાઇ જાય છે, તો પોઇન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમને તેનો ફાયદો થશે. સુપર-8માં ટોપ પર રહેનારી ટીમને ફાઇનલમાં સ્થાન મળશે. જો કે, મેચ ત્યારે જ રદ થશે જ્યારે બિલકુલ રમવાની શક્યતા ન હોય. આ અંગે અંતિમ નિર્ણય અમ્પાયર લેશે. ગયાનાની રમતની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવામાં આવશે. બીજી સેમિફાઇનલ 27 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યે શરૂૂ થશે. ટી-20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલ 26 જૂને વેસ્ટ ઈન્ડિઝના ત્રિનિદાદમાં રમાશે. આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો વરસાદના કારણે આ મેચ રદ્દ થાય છે તો આ મેચ ફરીથી 27 જૂને રમાઈ શકે છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. આઈસીસીએ બીજી સેમી ફાઈનલ માટે રિઝર્વ ડે તો નથી રાખ્યો પરંતુ મેચ તે જ દિવસે પૂરી થઈ જાય તેથી 4 કલાકનો વધારાનો ટાઈમ ફાળવ્યો છે. જેથી કરીને ટીમને સતત રમવું કે યાત્રા ન કરવી પડે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement