For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગર રોડ પર કારખાનામાંથી CCTV કેમેરાની ચોરી કરનાર ઝબ્બે

04:19 PM Jan 01, 2024 IST | Sejal barot
ભાવનગર રોડ પર કારખાનામાંથી cctv કેમેરાની ચોરી કરનાર ઝબ્બે

થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા કડક સૂચના હોઇ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પો.હેડ કોન્સ પ્રકાશભાઇ તથા વિમલભાઈ ધાણજા તથા ધીરૂભાઇ અઘેરાને બાતમી મળી હતી કે એક શખ્સ ભાવનગર રોડ પી.ટી.સી. ગ્રાઉન્ડમાં બાવળની ઝાડીમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલ છે જેથી ઉપરોક્ત જગ્યાએ તપાસ કરતા એ શખ્સ પાસે ત્રણ કેમેરા તથા એક તેલના ડબ્બા હોઈ પુછતાછ કરતાં ચોરી કબુલી હતી.
પોલીસે સોમા માનસીંગભાઈ પાટડીયા (ઉ.વ 25 રહે, બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરી નં 2, ડો. હીરાણી સાહેબના દવાખાના સામે ભાવનગર રોડ, રાજકોટ)ને પકડી ત્રણ CCTV કેમેરા કિ.રૂૂ. 6000ના, એક તેલનો ડબ્બો કિ.રૂ. 2000-મળી કુલ કિ.રૂૂ. 8000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રાજમોતી મીલની બાજુમાં અંબીકા સોસાયટી શેરી નં 4 ખાતે આવેલ શીવ નમકીન નામના કારખાનામાંચોરી થયેલ હતી.આ ગુનો ઉકેલાયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement