For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ખોટી માહિતી આપનાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી જેતપુર સીટી પોલીસ

10:56 AM May 10, 2024 IST | Bhumika
જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ખોટી માહિતી આપનાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી જેતપુર સીટી પોલીસ

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ નાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ સ્ટેશનોમાં ખોટી માહિતી હોવાનું જાણવા છતા તેનો સાચી માહિતી તરીકે ઉપયોગ કરી, ખોટી ફરીયાદો/અરજીઓ કરનાર વિરૂધ્ધ, યોગ્ય તપાસ કરી, ખોટી માહિતી આપવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે આધારે શ્રી આર.એ.ડોડીયા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જેતપુર વિભાગનાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કાર્યવાહી કરેલ છે.

Advertisement

ગુનાની હકિકત જોતા ગઈ તા.૨૦/૦૪/૨૦૨૪ ના રોજ જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન ઓફીસરને અરજદાર શારદાબેન ઉર્ફે કાળીબેન હમીરભાઈ વેગડાએ લેખીતમાં એક ફરીયાદ/અરજી આપેલ. જે અરજીની વિગત જોતા, તા.૧૪/૦૪/૨૦૨૪ ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની રાત્રે ગોંડલ દરવાજા વિસ્તારમાં ‘મ્યુઝીકલ નાઈટ' નામે કાર્યક્રમ રાખેલ હતો તે કાર્યક્રમ પુર્ણ થયા બાદ રાત્રીના આશરે ૧૨/૩૦ વાગ્યાની આસપાસ અરજદાર કાર્યક્રમમાંથી બહાર નીકળેલ ત્યારે કલ્પેશભાઈ રાંક નરસિંહ મંદીરના મહંત શ્રી કનૈયાનંદજીને બેસાડીને નીકળેલ હતા ત્યારે, તેઓએ અરજદારને જોઈ ભુંડી ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ તેમજ કલ્પેશ રાંક ઘણા સમયથી સોશીયલ મીડીયામાં અરજદાર વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરી બદનામ કરવાની કોશીશ કરે છે તેમજ જેતપુરમાં આવેલ જેલના કેદીઓને આ કલ્પેશ રાંક ધમકાવે છે વિગેરે મતલબના આક્ષેપો વાળી ફરીયાદ/અરજી કરેલ હતી.

બાદ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સદરહુ અરજીની પ્રાથમીક તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી.પરમારે જાતેથી સંભાળેલ અને અરજીમાં જણાવેલ સાહેદો તથા સામાવાળાઓના નિવેદન લીધેલ જેમાંથી એક પણ સાહેદે અરજીમાં જણાવેલ આક્ષેપોને સમર્થન આપેલ નહી. તેમજ અરજદારશ્રીએ જણાવેલ બનાવના સ્થળના, બનાવ સમયના CCTV ફુટેજ મેળવેલ. તમામ સાહેદોના નિવેદનો તથા CCTV ફુટેજ ચેક કરતા, અરજદારશ્રીએ કરેલ એક પણ આક્ષેપને સમર્થન મળેલ નહી. તેમજ અરજદારે અરજીમાં જણાવેલ બનાવ બન્યા બાદ છ દીવસ પછી કોઈના શીખવ્યા મુજબ બનાવ સંબંધે ખોટી અરજી/ફરીયાદ ઉભી કરેલ છે.

Advertisement

આમ અરજદાર શારદાબેન ઉર્ફે કાળીબેન હમીરભાઈ વેગડા પોતે જાણતા હતા કે, તેઓની સાથે અરજીમાં જણાવ્યા મુજબનો કોઈ બનાવ બનેલ નથી તેમ છતા તેઓએ ખોટી માહીતીને સાચી માહિતી તરીકે ઉપયોગ કરીને, જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાજ્ય સેવકને (પોલીસ સ્ટેશન ઓફીસર) ખોટી માહિતી લેખીતમાં અરજી સ્વરૂપે આપેલ. આથી આ શારદાબેન ઉર્ફે કાળીબેન ડો/ઓ હમીરભાઈ વેગડા, પુર્વ સુધરાઈ સભ્ય (નગરપાલિકા), રહે- ભાદરના સામા કાંઠે, નરસંગ ટેકરી વિસ્તાર, જેતપુર વાળી વિરૂધ્ધ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહીતા-૧૮૬૦ ની કલમ ૧૭૭ મુજબ ગુનો દાખલ કરી, આગળની તપાસ પો.સબ ઈન્સ. શ્રી આર.એચ.જારીયા ચલાવી રહ્યા છે.

આરોપી:-

(૧) શારદાબેન ઉર્ફે કાળીબેન ડો/ઓ હમીરભાઈ વેગડા, પુર્વ સુધરાઈ સભ્ય (જેતપુર- નવાગઢ નગરપાલિકા), રહે-ભાદરના સામા કાંઠે, નરસંગ ટેકરી વિસ્તાર, જેતપુર.

આરોપીનો ગુનાહીત ઈતીહાસ:-

(૧) જેતપુર સીટી પો.સ્ટે. ગુ.૨.નં.૦૧૪૨/૨૦૧૫ IPC કલમ ૩૨૩,૫૦૪,૧૧૪

(૨) જેતપુર સીટી પો.સ્ટે. ગુ.૨.નં.૩૦૨૬/૨૦૧૭ IPC કલમ ૫૦૪,૫૦૬(૨)

(૩) જેતપુર સીટી પો.સ્ટે. ગુ.૨.નં.૧૪૨૬/૨૦૨૦ IPC કલમ ૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૨)૧૧૪

(૪) જેતપુર સીટી પો.સ્ટે. ગુ.૨.નં.૧૬૨૪/૨૦૨૦ IPC કલમ ૧૮૮,૨૬૯

(૫) જેતપુર સીટી પો.સ્ટે. ગુ.૨.નં.૬૦૭/૨૦૨૧ IPC કલમ ૧૮૮,૨૬૯

(૬) જેતપુર સીટી પો.સ્ટે. ગુ.૨.નં.૦૯૩૩/૨૦૨૧ IPC કલમ ૧૮૮,૨૬૯

(૭) જેતપુર સીટી પો.સ્ટે. ગુ.૨.નં.૧૬૬/૨૦૨૨ IPC કલમ ૩૦૬,૫૦૬,૧૧૪

(૮) જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૨૫/૨૦૨૪ IPC કલમ ३२३,३२४,५०४,५०८(२),११४

Advertisement
Tags :
Advertisement
Advertisement