For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જાપાનમાં છે છૂટાછેડાનું મંદિર, 600 વર્ષ જૂનો અનોખો ઇતિહાસ

01:34 PM Apr 25, 2024 IST | Bhumika
જાપાનમાં છે છૂટાછેડાનું મંદિર  600 વર્ષ જૂનો અનોખો ઇતિહાસ

દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જે પોતાના વિચિત્ર ઈતિહાસ માટે જાણીતી છે. આવી ઘણી જગ્યાઓ તમને ભારતમાં જ જોવા મળશે, પરંતુ અહીં અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. આ મંદિરને ડિવોર્સ ટેમ્પલ કહેવામાં આવે છે. આ મંદિરનું નામ માત્સુગાઓકા ટોકેઈ-જી છે. જે જાપાનમાં આવેલુ છે.

Advertisement

12મી અને 13મી સદી દરમિયાન જાપાની સમાજમાં છૂટાછેડા માટેની જોગવાઈઓ ફક્ત પુરુષો માટે જ કરવામાં આવી હતી. એ જમાનામાં પુરૂૂષો પોતાની પત્નીઓને ખૂબ જ સરળતાથી છૂટાછેડા આપી શકતા હતા, પરંતુ આ મંદિરના દરવાજા તે મહિલાઓ માટે ખુલ્યા જે ઘરેલુ હિંસા કે અત્યાચારનો ભોગ બની હતી.
છૂટાછેડા મંદિર ચોક્કસપણે થોડું વિચિત્ર લાગે છે, પરંતુ તેની પાછળ પણ એક વાર્તા છે. જો લોકોનું માનીએ તો ટોકાઈ-જીનો ઈતિહાસ લગભગ 600 વર્ષ જૂનો છે. આ મંદિર જાપાનના કામકુરા શહેરમાં છે. આ મંદિર ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓનું ઘર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સદીઓ પહેલા મહિલાઓ પોતાના અત્યાચારી પતિઓથી છુટકારો મેળવવા માટે આ મંદિરમાં શરણ લેતી હતી. આ મંદિરનું નિર્માણ કાકુસન-ની નામની સાધ્વીએ તેમના પતિ હોજો ટોકિમુનને લઇને બનાવ્યુ હતું. તે ન તો તેના પતિથી ખુશ હતી અને ન તો તેની પાસે છૂટાછેડા લેવાનો કોઈ રસ્તો હતો. જાપાનમાં કામાકુરા યુગમાં મહિલાઓના પતિ કોઈ પણ કારણ આપ્યા વગર તેમના લગ્ન તોડી શકતા હતા. આ માટે તેણે સાડા ત્રણ લીટીની નોટિસ લખવી પડી હતી. લોકોના મતે લગભગ ત્રણ વર્ષ સુધી આ મંદિરમાં રહીને મહિલાઓ પોતાના પતિ સાથે સંબંધ તોડી શકતી હતી. બાદમાં તે ઘટાડીને બે વર્ષ કરવામાં આવ્યું હતું. વર્ષ 1902 સુધી મંદિરમાં પુરુષોને સખત પ્રતિબંધ હતો. પરંતુ આ પછી, જ્યારે એન્ગાકુ-જીએ 1902 માં આ મંદિરની સંભાળ લીધી, ત્યારે તેમણે એક પુરુષ મઠાધિપતિની નિમણૂક કરી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement