સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

પુત્રને જન્મ આપ્યાના આઠમા દિવસે જનેતાનું શ્ર્વાસ અને ઊંધો ગેસ ચડતાં મોત

01:13 PM Jun 24, 2024 IST | admin
Advertisement

રાજકોટમાં મોરબી રોડ ઉપર વેલનાથપરાની સામે આવેલા સાગર પાર્કમાં રહેતી પરિણીતાએ આઠ દિવસ પૂર્વે જ પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રને જન્મ આપ્યાના આઠમા દિવસે જનેતાનું શ્વાસ અને ઊંધો ગેસ ચડતા બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. પરિણીતાના મોતથી નવજાત માસુમ સહિત બે બાળકોએ માતાની મમતા ગુમાવતા પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મોરબી રોડ ઉપર વેલનાથપરાની સામે આવેલા સાગર પાર્કમાં રહેતી સોનલબેન મેહુલભાઈ પરમાર નામની 35 વર્ષની પરિણીતા રાત્રીના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડી હતી પરિણીતાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેની તબિયત નાજુક જણાવતા વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં પરિણીતાની સારવાર કારીગર નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક સોનલબેન પરમારના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. અને તેણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સોનલબેન પરમારે આઠ દિવસ પૂર્વે જ બાળકને જન્મ આપ્યો હતો. પુત્રને જન્મ આપ્યાના આઠમા દિવસે જ સોનલબેન પરમારનું શ્વાસ અને ઊંધો ગેસ ચડતા બેભાન હાલતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે રાજકોટ બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
deathgujaratgujarat newsmorbirajkotrajkot news
Advertisement
Next Article
Advertisement