For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાત શૈક્ષણિક સંસ્થાઓ અને રેસ્ટોરન્ટના સીલ ખોલતું જામપા

11:44 AM Jun 17, 2024 IST | admin
સાત શૈક્ષણિક સંસ્થાઓ અને રેસ્ટોરન્ટના સીલ ખોલતું જામપા

ફાયર એનઓસી અને બીયુ પરમિનશ સંદર્ભે નિયમો પળાતા હોવાથી તંત્રએ ખોલ્યા સીલ

Advertisement

રાજકોટ ખાતેના ટી. આર. પી. ગેઈમ ઝોનના બનાવા બાદ જામનગર મહાનગરપાલિકા ધવરા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી ફાયર એન.ઓ.સી. અને બી.યુ. પરમિશન ન હોય તેવા એસેમ્બ્લી પ્રકારના એકમો કે જેમાં શૈક્ષણિક સંકુલો, હોસ્પિટલ બિલ્ડીંગ, હોટલ/ રેસ્ટોરન્ટ વિગેરેને ફાયર એન.ઓ.સી./બી.યુ. પરમિશન નહીં હોવાથી સીલ કરવામાં આવ્યા હતા. આ પછી સીલ ખોલવા માટે વિવિધ એકમો ધ્વારા કરવામાં આવેલ અરજીઓના નિકાલ માટે નાયબ કમિશ્નર , જામનગર મહાનગર પાલિકાના અધ્યક્ષ સ્થાને એક કમિટીની રચના કરવામાં આવેલ છે. જેમાં સભ્ય તરીકે ટાઉન પ્લાનીંગ ઓફિસર, ચીફ ફાયર ઓફિસર, આસી. ટાઉન પ્લાનીંગ ઓફિસર તથા ફાયર સ્ટેશન ઓફિસરની નિમણુંક કરવામાં આવી હતી.

દરમ્યાન શૈક્ષણિક સંસ્થાઓના વિવિધ પ્રતિનિધી મંડળની રજુઆતો તથા રાજકોટ મહાનગરપાલિકા ધ્વારા સદર બાબતે જાહેર કરવામાં આવેલ પોલીસી તેમજ હાલે શાળાઓમાં વેકેશન સમાપ્ત થયેલ હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી તેમજ આરોગ્ય લક્ષી સીલ કરેલ એકમોમાં દર્દીઓને હાલાકી ઓછી થાય તે હેતુ થી જામનગર મહાનગરપાલિકા ધ્વારા શૈક્ષણિક સંકુલ તથા આરોગ્ય લક્ષી એકમો માં સીલીંગ કરેલ પ્રોપર્ટી બાબતે કાર્ય પધ્ધતિ જાહેર કરવામાં આવી છે.જેને હવે પછી થી અપનાવવામાં આવશે. જેમાં જે બાંધકામો જામનગર મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ હોય તથા જેમને ધોરણસર ની બાંધકામ વપરાશ પરવાનગી (બીયુ) મેળવેલ હોય તથા વપરાશ પરવાનગી મુજબનું જ હાલે સ્થળ પર બાંધકામ હોય અને જરૂૂરી ફાયર એન.ઓ.સી. પણ મેળવેલ હોય, પરંતુ ફાયર એન.ઓ.સી. રીન્યુ કરવામાં આવેલ ન હોય, તેવા બાંધકામો માં ફાયર શાખા માં આ કામગીરી પૂર્ણ કરવા બાબતનું રૂૂા. 300 ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપ્યેથી આ કામગીરી કરવા માટે સીલ ખોલી આપવામાં આવશે. તથા કામગીરી કરવા માટે દિવસ-30 નો સમય આપવામાં આવશે. 30 દિવસ બાદ ફાયર શાખાના લગત અધિકારી ધ્વારા સ્થળ ચકાસણી કરવાની રહેશે અને જો આ રીન્યુઅલ કરાવવામાં ન આવેલ હોય તો પ્રોપર્ટીને ફરી રી-સીલીંગ કરવામાં આવશે. તથા વધારાની કોઈપણ સમય મર્યાદા આપવામાં આવશે નહી. જે બાંધકામો જામનગર મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ હોય તથા જેમને ધોરણસરની બાંધકામ વપરાશ પરવાનગી (બીયુ) મેળવેલ હોય તથા વપરાશ પરવાનગી મુજબનું જ હાલે સ્થળ પર બાંધકામ હોય પરંતુ જરૂૂરી ફાયર એન.ઓ.સી. મેળવેલ ન હોય, તેવા કિસ્સામાં ફાયર શાખામાં આ કામગીરી પૂર્ણ કરવા બાબતનું રૂૂા. 300 ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપ્યેથી આ કામગીરી કરવા માટે સીલ ખોલી આપવામાં આવશે તથા કામગીરી કરવા માટે દિવસ-30 નો સમય આપવામાં આવશે. 30 દિવસ બાદ ફાયર શાખાના લગત અધિકારી ધ્વારા સ્થળ ચકાસણી કરવાની રહેશે .અને જો આ એન.ઓ.સી. મેળવવામાં ન આવેલ હોય તો પ્રોપર્ટીને ફરી રી સીલીંગ કરવામાં આવશે તથા વધારાની કોઈપણ સમય મર્યાદા આપવામાં આવશે નહી.
જે શૈક્ષણિક એકમોમાં ફાયર રેગ્યુલેશન મુજબ ફાયર એન.ઓ.સી. મેળવવાની જરૂૂર નથી, પરંતુ સેલ્ફ ડીકલેરેશન રજુ કરેલ છે, તેઓ ધ્વારા જો કોઈ અનધિકૃત બાંધકામ હોય, તો હાલે અમલી ગૃડા-2022 હેઠળ જે-તે બાંધકામ કરનારએ તુરંત જ દિન-7(સાત) ની અંદર તમામ આધારો તથા રેગ્યુલરાઈઝ પ્લાન સાથે નિયત સ્ક્રુટીની ફી ભરી અરજદાર થવાનું રહેશે તથા અરજીની તારીખથી દિન-60 માં જરૂૂરી બી.યુ./ ઈમ્પેકટ-2022 હેઠળ રેગ્યુલરાઈઝેશન કરાવી લેવાનું રહેશે. આ માટે જો ઈમ્પેકટ એકટ હેઠળ પણ બાંધકામ રેગ્યુલરાઈઝ થવા પાત્ર નહી હોય તો તે રી-સીલ કરવામાં આવશે.

Advertisement

ઉપરોકત કાર્ય પધ્ધતિ ફક્ત શૈક્ષણિક સંસ્થાઓ તથા આરોગ્ય લક્ષી સંસ્થાઓ માટે જ લાગુ પડશે.તેમ નાયબ કમિશ્નર જામનગર મહાનગરપાલિકા ની યાદી મા જણાવાયું છે.

રેગ્યુરલાઈઝ થયે સીલ ખોલાશે

જે કિસ્સામાં બાંધકામ જે જમીન પર કરવામાં આવેલ હોય, તે જમીનનું લેન્ડ ટાઈટલ કલીયર હોય, પરંતુ બાંધકામની ધોરણસરની વિકાસ પ2વાનગી કે વપરાશ પરવાનગી મેળવવામાં આવેલ ન હોય કે મેળવવામાં આવેલ વપરાશ પરવાનગીથી હેતુ વિરૂૂધ્ધ કરી વપરાશ કરવામાં આવતો હોય, તેવા કિસ્સાઓમાં ટાઉન પ્લાનીંગ શાખા મા રૂૂા. 300 ના સ્ટેમ્પ પેપર પર બોન્ડ આપી હાલે અમલી ગુડા-2022 હેઠળ જે-તે બાંધકામ કરનારએ તુરંત જ દિન-7(સાત) ની અંદર તમામ આધારો તથા રેગ્યુલરાઈઝ પ્લાન સાથે નિયત સ્ક્રુટીની ફી ભરી અરજદાર થયેથી અત્રે થી સીલ ખોલી આપવામાં આવશે, ત્યારબાદ અરજીની તારીખથી દિન-60 માં જરૂૂરી બી.યુ./ ઈમ્પેકટ-2022 હેઠળ રેગ્યુલરાઈઝેશન કરાવી લેવાનું રહેશે અને જો બાંધકામ ઈમ્પેકટ એકટ હેઠળ પણ રેગ્યુલરાઈઝ થવા પાત્ર ન હોય તો રી-સીલ કરવામાં આવશે. જે બાંધકામોમાં લેન્ડ ટાઈટલ કલીયર ન હોય, તેમાં જે-તે બાંધકામ કરનારએ લગત સતા મંડળનું લેન્ડ ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટ ફરજીયાત મેળવવાનું રહેશે. ત્યારબાદ જ સીલીંગ ખોલવા માટેની ઉપરોકત ક્રમ નં. 1 થી 3 વાળી નિતીઓ લાગુ પડશે. ત્યાં સુધી આવા બાંધકામોનું સીલ ખોલવામાં આવશે નહી.


Advertisement
Tags :
Advertisement
Advertisement