For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયા નજીક બાઇક સ્લિપ થઈ જતા યુવાનનું મૃત્યુ

12:03 PM Dec 25, 2023 IST | Sejal barot
ખંભાળિયા નજીક બાઇક સ્લિપ થઈ જતા યુવાનનું મૃત્યુ

ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા રાજેશભાઈ પરબતભાઈ કારેથા નામના 25 વર્ષના યુવાન ગઈકાલે રવિવાર તારીખ 24મીના રોજ પોતાના મોટરસાયકલ પર બેસીને દ્વારકાથી ભીંડા ગામ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ખંભાળિયા - દ્વારકા ધોરીમાર્ગ પર કુવાડીયા ગામના પાટીયા પાસે પહોંચતા અકસ્માતે તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. જેના કારણે રાજેશભાઈને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે તેમની સાથે મોટરસાયકલ પર જઈ રહેલા અરજણભાઈને પણ ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ મૃતકના ભાઈ કારૂૂભાઈ પરબતભાઈ કારેથાએ અહીંની પોલીસને કરી છે.
ભાણવડમાં વિદેશી દારૂૂ સાથે બે શખ્સો ઝડપાયા
ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા સિકંદર ઉર્ફે નાઝીમ કાસમભાઈ શેઠા નામના 28 વર્ષના શખ્સને તેમજ તકિયા પાડો વિસ્તારમાં રહેતા ઇનાયત શેરમામદ બ્લોચ (ઉ.વ. 21) નામના બે શખ્સોને પોલીસે વિદેશી દારૂૂની 10 બોટલ સહિત કુલ રૂૂપિયા 7,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દારૂૂનો આ જથ્થો તેઓને ફાટલનેશ ખાતે રહેતા ચના કાના રબારી અને હનુમાનગઢના રહીશ લખન કેશુભાઈ ગોઢાણીયા પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે સિકંદર અને ઇનાયતની અટકાયત કરી, અન્ય બે શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
મીઠાપુરમાં જુગાર રમતા બે મહિલાઓ સહિત ત્રણ ઝડપાયા
મીઠાપુરના રેલવે સ્ટેશન પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં ગંજીપતા વડે જુગાર રમી રહેલા પિન્ટુ ગોવિંદભાઈ ગોદડીયા, ગીતાબેન રાજુભાઈ દેવીપુજક અને કાજલબેન મુકેશભાઈ સંચાણિયાને પોલીસે ઝડપી લઇ, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement