રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આશાસ્પદ યુવાનના મૃત્યુથી ફલ્લા સજ્જડ બંધ રહ્યું

12:27 PM Dec 05, 2023 IST | Sejal barot
Advertisement

જામનગર તાલુકાના ફલ્લા ગામનો યુવાન કંકાવતી ડેમમાં અકસ્માતે લપસીને પડી જતા તેનું મૃત્યુ નિપજતા ગામ આખુ હીબકે ચડ્યલું હતું તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડીને મૃતાત્માને શ્રધ્ધાંજલી પાઠવી હતી.
ફલ્લા ગ્રામ પંચાયત કચેરીમાં દાખલા તથા ઓનલાઈનનું કામ કરતા હસમુખ સ્વભાવના તથા ફલ્લા અને નજીકના ગામોમાંથી આવતા ગા્ર.જી. તથા સમાજના તમામ લોકોનું હોશે હોંશે કામ કરતા પ્રતિક અરવિંદભાઈ ધમસાણિયા (ઉ.વ.24) નામનો યુવાન તેના મિત્રની આદિલ રાજેશભાઈ ધમસાણિયા તથા કુડુલના અન્ય એક વ્યક્તિ સાથે પોતાના અવસાન પામેલ મોટાબાપુ પોપટભાઈનાં કુલોને કંકાવટી ડેમમાં પધરાવવા માટે આજે સવારે નવેક વાગ્યે ગયા હતા ડેમના પાણીમાં ફુલ પધરાવતી વખતે પ્રતિક તથા આદિલનો પગ લપસતા બંને પાણીમાં ગરક થઈ ગયા હતા. ડેમમાં માછીમારી કરતા માછીમારો આદિલને તુરત જ બહાર કાઢતા તેને સારવાર આપવા માટે જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરેલ હાલ તેની તબીયત સારી છે જ્યારે તેના કાકા પ્રતિક પાણીના કાદવમાં ડુબી જતા વધુ પાણીમાં જતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે 108 મારફત તેને મૃત જાહેર કરેલ, મૃતક ફલ્લા ગ્રામ પંચાયતના સરપંચ લલીતાબેનના દિયર જ્યારે જિલ્લા પંચાયત સદસ્ય કમલેશ ધમસાણિયાનો પિતરાઈ ભાઈ હતો.
મૃતકની સગાઈ હજુ વીસ દિવસ પહેલા ખંભાલિડા ગામે થઈ હતી અને દોઢ માસ બાદ લગ્ન થવાના હતા. ફલ્લા તથા નજીકના ગામોનો લોકોનું સરકારી કામકાજ હોશે હોશે કરતા પ્રતિકના મૃત્યુથી આ પંથક એક સારા વ્યક્તિને ગુમાવ્યો છે. સદગતના મૃત્યુના સમાચાર મળતા જ ફલ્લા પંથકના લોકોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ગ્રામજનોએ પોતાના ધંધા-રોજગાર બંધ પાડીને મૃતકની આત્માને શ્રધ્ધાંજલી પાઠવી હતી. તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને ગામ હીબકે ચડ્યું હતું.

Advertisement

Tags :
a tightFalljamnagarkeptmanTheThe death of the promising young
Advertisement
Next Article
Advertisement