રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દેવભૂમિ દ્વારકામાં કાનૂની સહાયતા કેન્દ્રની મુલાકાત લેતા સુપ્રીમ કોર્ટના જસ્ટિમ મિથલે

12:14 PM Dec 25, 2023 IST | Sejal barot
Advertisement

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી (નાલસા)ની અનુશ્રામાં તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન નીચે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દેવભૂમિ દ્વારકા દ્વારા દ્વારકાના શ્રી જગત મંદિર ખાતે હજારોની સંખ્યામાં આવતા દર્શનાથીઓને કાનૂની સહાય મળી રહે અને લોકોમાં કાનૂની જાગૃતિ આવે તે માટે કાનૂની સહાયતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે.કાનૂની સહાયતા કેન્દ્રની સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટિસ પંકજ મિથલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તેઓ દ્વારા આ હેલ્પ ડેસ્ક પર ફરજ બજાવતા પેરા લીગલ વોલેન્ટર્સ તથા કોર્ટના રજિસ્ટ્રાર સાથે વાતચીત કરી શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે આવતા દેશભરના દર્શનાર્થીઓને પૂરી પાડવામાં આવતી કાનૂની સહાય અંગેની માહિતી મેળવી હતી. તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લામાં કરવામાં આવતી કાનૂની સેવા અંગેની કામગીરી વિશેની માહિતી મેળવી લોકોમાં કાનૂની જાગૃતિ લાવવા માટે કરવામાં આવતા વિવિધ પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તે અંગેના તેમના અનુભવોની નોંધ કરી હતી. આ મુલાકાત દરમિયાન શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટદાર ભગોરા, ડીવાયએસપી શારડા, DLSAના ચેરમેન સમીર વ્યાસ વતી હાજર રહેનાર તાલુકા કાનૂની સેવા સમિતિ, દ્રારકાના ઉદયપાલસિંહ જાડેજા, પી.એલ.વી. કિશન કેર હાજર રહ્યા હતા. તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Advertisement

Tags :
atDevbhoomiDwarkaSupreme Court Justice Mithale visiting the legal aid center
Advertisement
Next Article
Advertisement