For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાનાભાઇએ રોટલા બનાવવા મુદ્દે ફડાકો મારતા બહેનનો આપઘાતનો પ્રયાસ

01:02 PM Dec 18, 2023 IST | Sejal barot
નાનાભાઇએ રોટલા બનાવવા મુદ્દે ફડાકો મારતા બહેનનો આપઘાતનો પ્રયાસ

કાલાવડના જસાપર ગામે પરિવાર સાથે પેટીયુ રળવા આવેલી સગીરાને રોટલા બનાવવા મુદ્દે નાના ભાઈએ ઝઘડો કરી ફડાકો મારી દીધો હતો. નાના ભાઈએ માર મારતા સગીરાને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના જસાપર ગામે પરિવાર સાથે ખેત મજૂરી અર્થે આવેલી કાજલ કનુભાઈ ભમર નામની 16 વર્ષની સગીરા સાંજના છએક વાગ્યાના અરસામાં ગોબરભાઈની વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કાલાવડ પોલીસને જાણ કરતા કાલાવડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. ઝેરી દવા પી લેનાર કાજલ ભમર મૂળ પંચમહાલની વતની છે અને એક ભાઈ ત્રણ બહેનમાં મોટી છે રોટલા બનાવવા બાબતે નાના ભાઈએ ઝઘડો કરી ફડાકો મારી દેતા કાજલ ભમરને માઠું લાગી આવતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કાલાવડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement