For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા જિલ્લા આયોજનના પ્રગતિ હેઠળના કામોની કુંવરજીભાઈ દ્વારા સમીક્ષા

12:44 PM Dec 11, 2023 IST | Sejal barot
દ્વારકા જિલ્લા આયોજનના પ્રગતિ હેઠળના કામોની કુંવરજીભાઈ દ્વારા સમીક્ષા

ખંભાળિયામાં આવેલી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તથા જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન અમલીકરણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લાના પદાધિકારીઓ અને અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમીક્ષા બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ 2023-24ની જિલ્લાની કુલ જોગવાઇ પૈકીની બાકી રહેલ કામગીરીની સમીક્ષા કરવામા આવી તેમજ આ વર્ષમાં વહીવટી મંજુરી આપેલા કુલ 226 કામો અને એ.ટી.વી.ટી. યોજના હેઠળ વહિવટી મંજુરી આપેલ કુલ 101 કામોની કામગીરી કયા તબક્કે ચાલી રહી છે, તે અંગેની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વર્ષ 2020-21 ના કુલ 73 અને 21-22ના 217 અને વર્ષ 22-23 ના કુલ 485 કામોની પણ સમીક્ષા કરાઈ હતી.શરુ ન થયેલા કામો તાકીદે શરૂૂ કરીને પૂર્ણ કરવા અને પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ જિલ્લામાં બાકી રહેતી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તમામ કામો ગુણવત્તા સભર થાય તેની ચકાસણી અમલીકરણ અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. જિલ્લાનો સંપૂર્ણ વિકાસ થાય તે હેતુસર જિલ્લાના તમામ ગામોમાં કામોનું આયોજન કરવા સુચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, ખંભાળિયાના પ્રાંત અધિકારી કે.કે. કરમટા, દ્વારકા પ્રાંત અધિકારી એચ.બી. ભગોરા, ચીફ ઓફીસર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement