For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંબર ચોકડી નજીકથી કેફી પીણાની 47 બોટલ કબજે કરી ગુનો નોંધતી પોલીસ

01:05 PM Dec 04, 2023 IST | Sejal barot
અંબર ચોકડી નજીકથી કેફી પીણાની 47 બોટલ કબજે કરી ગુનો નોંધતી પોલીસ

જામનગરની અંબર ચોકડી પાસે આવેલી પાનની દુકાનમાંથી ગઈકાલે પોલીસે આયુર્વેદિક પીણાના નામ હેઠળ વેચાતા કેફી પીણાની 47 બોટલ કબજે કરી છે. જ્યારે સિક્કામાં ઠંડા પીણાની એક દુકાનમાંથી 123 બોટલ મળી આવી છે. બંને દુકાનદાર સામે પોલીસે નોંધ કરી છે.
જામનગર શહેરમાં તેમજ જિલ્લામાં આયુર્વેદિક પીણાના નામે વેચાતા નશાકારક પીણાને પકડી પાડવા તથા આવા પીણાને કબજે કરી લેવા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ સૂચના આપી છે. જેના પગલે ગઈકાલે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની હનુમાન ગેઈટ પોલીસચોકીના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના દશરથસિંહ પરમાર તથા મયુરસિંહ કાળુભાને બાતમી મળી હતી કે, અંબર ચોકડી નજીક પાનની એક દુકાનમાં આ પીણું વેચાઈ રહ્યું છે.
તે બાતમીથી પીઆઈ એચ.પી. ઝાલાને વાકેફ કરાયા પછી પીએસઆઈ એચ.બી. વડાવીયાના વડપણ હેઠળ પોલીસે ત્યાં આવેલી શંકર વિજય નામની પાનની દુકાનમાં તલાશી લેતાં ત્યાંથી હર્બી ગોલ્ડ આસવની 47 બોટલ મળી આવી હતી.
ઉપરોક્ત બોટલ સાથે દુકાનદાર દિગ્વિજય પ્લોટના છેવાડે વિશ્રામવાડીમાં રહેતા કનૈયાલાલ લીલારામ નંદા સામે નોંધ કરવામાં આવી છે અને રૂા.7050ની કિંમતની બોટલ કબજે કરાઈ છે.
ઉપરોક્ત દરોડા પછી સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવતા પેટ્રોલિંગમાં સિક્કાની પંચવટી સોસાયટીમાં આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાનમાં સિક્કા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ડી. રબારીની સૂચનાથી પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફે ચેકીંગ કરતા ત્યાંથી સ્ટોન હીલ આયુર્વેદિક નામના પીણાની 108 બોટલ તથા જેરેજેમ બ્રાંડની 15 બોટલ મળી આવી હતી. રૃા.18450ની કિંમતની 123 બોટલ કબજે કરી પોલીસે દુકાનદાર દિનેશસિંહ જાલમસિંહ કેર સામે નોંધ કરી છે અને આ પીણાની બોટલો ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement