રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયામાં મહિલા કર્મચારીની ફરજમાં રુકાવટ સબબ મહિલા સરપંચ સહિત 8 સામે ગુનો નોંધતી પોલીસ

01:42 PM Dec 08, 2023 IST | Sejal barot
Advertisement

ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ પર રહેલા મહિલા કર્મચારીની ફરજમાં રૂૂકાવટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા એક મહિલા સરપંચ, તેના પતિ સહિત આશરે દોઢ ડઝન જેટલા શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકામાં એક મહિલા કર્મચારી તેમની ફરજ પર હતા, ત્યારે કંચનપુર ગામના મહિલા સરપંચ અમીના હાજી મામદ ખફી, તેણીના પતિ હાજી મામદ ખફી ઉપરાંત ઈબ્રાહીમ હાજી ખફી, સદામ કચ્છી, ઈમરાન ઓસમાણ ખફી, આમદ ઓસમાણ, ગફાર અબુભાઈ તેમજ અકરમ હાજી ખફી તેમજ તેઓ સાથે રહેલા બીજા આઠથી દસ જેટલા શખ્સોએ ગેરકાયદેસર રીતે મંડળી રચી અને મહિલા કર્મચારી પાસે ધસી આવ્યા હતા. આટલું જ નહીં,
કંચનપુરના મહિલા સરપંચ અમીનાબેન તથા તેણીના પતિ હાજી મામદ ખફીએ કોઈ બાબતે બોલાચાલી કરી બિભત્સ ગાળો કાઢી, ફરજમાં રૂૂકાવટ કર્યાની તેમજ અન્ય આરોપીઓએ વિવિધ રીતે અશોભનીય વર્તન કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું વધુમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મહિલા સરપંચ, તેણીના પતિ સહિત 8 ઉપરાંત અન્ય 8થી 10 જેટલા શખ્સો સામે આઈ.પી.સી. કલમ 143, 147, 149, 332, 186, 354, 504, 506 (2) મુજબ ગુનો નોંધી, ઉપરોક્ત આઠ આરોપીઓની અટકાયત કરી હતી. આ સમગ્ર બનાવથી ભારે ચર્ચા મચી જવા પામી છે.

Advertisement

Tags :
employeeinKhambhaliyaobstructing duty of woman
Advertisement
Next Article
Advertisement