For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓખાપુરી એક્સપ્રેસ આઠ દિવસ ડાઇવર્ટ રૂટ પર દોડશે

11:53 AM Dec 22, 2023 IST | Sejal barot
ઓખાપુરી એક્સપ્રેસ આઠ દિવસ ડાઇવર્ટ રૂટ પર દોડશે

દક્ષિણ મધ્ય રેલવેમાં આવેલ કાજીપેટ-બલ્હારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના લીધે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
3 અને 10 જાન્યુઆરી, 2024 ના રોજ ઓખાથી ઊપડતી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ અને 7 જાન્યુઆરી, 2024ના રોજ પુરીથી ઊપડતી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂૂટ વાયા વિજયનગરમ, રાયગઢ, ટિટિલાગઢ, રાયપુર અને નાગપુર થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં ચંદ્રપુર, બલ્હારશાહ, સિરપુરકાગજનગર, મંચિર્યાલ, રામગુંડમ, વરંગલ, રાયનપાડુ, વિજયવાડા, ગુણઢલા, એલુરુ, રાજમંડ્રી, સામલકોટ, અનાકાપલ્લી અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે.રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટેwww. enquiry. indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement