For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવાગામ ઘેડ પ્રેમીએ દગો આપતા યુવતિનો ઝેરી દવા પી આપઘાત

12:07 PM Dec 29, 2023 IST | Bhumika
નવાગામ ઘેડ પ્રેમીએ દગો આપતા યુવતિનો ઝેરી દવા પી આપઘાત

જામનગરમાં નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં રહેતી 26 વર્ષ ની યુવતીને તેના પ્રેમીએ ચાર વર્ષના પ્રેમ સંબંધ બાદ દગો આપી અન્ય યુવતી સાથે લગ્ન નક્કી કરી લેતાં તેણીને મનમાં લાગ્યું હોવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જેને દગો દઈ મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પ્રેમી સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં રહેતી યોગીતાબા અજીતસિંહ રાઠોડ નામની 26 વર્ષની યુવતીએ તાજેતરમાં પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ગઈકાલે તેણીનું મૃત્યુ નિપજ્યું હતુ.
આ બનાવ અંગે મૃતક ની માતા કુસુમબા અજીતસિંહ રાઠોડ એ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝન પોલીસે યોગીતાબાના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન યોગીતાબા ને છેલ્લા ચાર વર્ષથી જામનગર તાલુકાના ચંગા ગામમાં રહેતા દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ ચાવડા નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હતો, જે પ્રેમ સંબંધમાં પ્રેમીઓ દગો કર્યો હતો, અને યોગીતાબા સાથે લગ્ન નહીં કરી, અન્ય સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
જેથી યોગીતાબાને મનમાં લાગી આવતાં પગલું ભરી લીધું હતું. આ બનાવ પછી સિટી એ. ડિવિઝન પોલીસે મૃતક યોગીતાબાની માતા કુસુમબાની ફરિયાદ ના આધારે આરોપી પ્રેમી દિવ્યરાજસિંહ પ્રવીણસિંહ ચાવડા સામે યોગીતાબાને મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગેની કલમ 306 મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement