રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દ્વારકા-કલ્યાણપુરની પરિણીતાઓને સાસરિયાઓનો ત્રાસ: પોલીસમાં ફરિયાદ

12:16 PM Dec 12, 2023 IST | Sejal barot
Advertisement

દ્વારકામાં જલારામ સોસાયટી વિસ્તારમાં રહેતી અને પ્રેમજીભાઈ જગજીવનભાઈ જોશીની 42 વર્ષની પરિણીત પુત્રી વૈશાલીબેન જગદીશભાઈ ચાઉંને તેણીના લગ્ન જીવન દરમિયાન જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રહીશ એવા તેણીના પતિ જગદીશભાઈ ભુરાભાઈ ચાઉં તથા જેઠ પ્રવીણભાઈ ભુરાભાઈ ચાઉંએ અવારનવાર મેણાટોણા મારી, બિભત્સ ગાળો કાઢી, મારકૂટ કર્યાની તેમજ ખોટી સંભળામણી કરીને સમાધાન કરતી વખતે મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે સ્ત્રી અત્યાચારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.કલ્યાણપુરમાં જૂની મામલતદાર ઓફિસની બાજુમાં હાલ રહેતી અને મજીદભાઈ મામદભાઈ બ્લોચની 20 વર્ષની પરિણીત પુત્રી આશિયાનાબેન સાહિલભાઈ શેખને તેણીના લગ્ન જીવન દરમિયાન જામનગરમાં અંધઆશ્રમ પાસે રહેતા તેણીના પતિ સાહિલ મહેબુબભાઈ શેખ, સસરા મહેબુબભાઈ જુમાભાઈ શેખ સાસુ રિઝવાનાબેન તેમજ નણંદ સેજલબેન આશીફભાઈ બ્લોચ દ્વારા તેણીના લગ્નજીવન દરમિયાન મેણાટોણા મારી, બિભત્સ ગાળો કાઢી, પહેર્યા કપડે ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.આટલું જ નહીં, ફરિયાદી આશિયાનાબેનના કરિયાવરનો સામાન પણ રાખી લઈ અને તેની ઉપર ત્રાસ ગુજારતા આ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 498 (એ), 323, 504 તથા 114 મુજબ ગુનો નોંધી, તમામ ચાર સાસરીયાઓ સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Advertisement

Tags :
ComplaintIn-laws torture Dwarka-Kalyanpur married womenpoliceto
Advertisement
Next Article
Advertisement