રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાલીડા ગામે એક વાડી માલિક દ્વારા ચલાવાતું જુગારધામ પકડાયું

01:42 PM Dec 18, 2023 IST | Sejal barot
Advertisement

જામનગર તાલુકાના મોરારદાસ ખંભાલીડા ગામમાં એક વાડીમાં જુગાર ચાલી રહ્યું છે, અને એક ઝાડની નીચે કેટલાક શખ્સો એકત્ર થઈને ગંજી પાના વડે જુગાર રમી રહ્યા છે,
તેવી બાતમીના આધારે પંચકોશી એ. ડિવિઝન પોલીસે દરોડો, વાડી માલિક સહિત 11 પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઇ તેવો પાસેથી રૂૂપિયા 4.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગરના પંચકોસી એ. ડિવિઝનના પી.એસ.આઇ જેપી.સોઢા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર તાલુકાના મોરારદાસ ખંભાલીડા ગામમાં રહેતા મહિરાજસિંહ ઉર્ફે મયુર જશવંતસિંહ જાડેજા ની વાડીમાં જુગારધામ ચાલી રહ્યું છે, અને ત્રણ ખૂણીયા વાડી માં એક લીમડાના ઝાડ નીચે કેટલાક જુગારીયા તત્વો એકત્ર થઈ ને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન વાડી માલિક સહિત 11 શખ્સો ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.
આથી પોલીસે મહીરાજસિંહ જશવંતસિંહ જાડેજા, ઉપરાંત પરેશ માવજીભાઈ ભીમાણી, રાજેશ લાલજીભાઈ ગડારા, કાંતિલાલ ઉર્ફે કાનો ગંગારામભાઈ સંતોકી, ખેતુભા ઉર્ફે પીન્ટુ રામસિંગ જાડેજા, ભુપેન્દ્રભાઈ પીતાંબરભાઈ પટેલ, નિલેશ ઉર્ફે ટીનો લાલજીભાઈ ગડારા, સંજયસિંહ સતુભા જાડેજા, શાંતિભાઈ માવજીભાઈ ગડારા, પ્રવીણ અમૃતલાલ નિમાવત, તેમજ લાભૂભારથી બચુભારથી ગોસાઈ સહિત 11 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લીધી છે.
પોલીસે બનાવના સ્થળેથી રૂૂપિયા 2,01,600 ની રોકડ રકમ ગંજીપાના 6 નંગ મોટરસાયકલ અને 11 નંગ મોબાઈલ ફોન સહિત 4,29,000 ની માલ વધતા કબજે કરી લીધી છે.

Advertisement

જામજોધપુરના સંગચીરોડા ગામે જુગારનો દરોડો

જામજોધપુર તાલુકાના સંગચીરોડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા લાખાભાઈ સીદાભાઈ પરમાર, મહિપતસિંહ અમરસિંહ ડાભી, વસીમ ઈકબાલભાઈ મલિક, વિક્રમસિંહ બાલુભા ચાવડા, ગણેશગીરી પ્રેમ ગીરી ગોસ્વામી, અને અવશીભાઈ રૂૂપાભાઈ પરમારની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 2030 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

Tags :
gambling house run by a wadi owner was caughtinKhambhalidavillage
Advertisement
Next Article
Advertisement