રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દરિયાઈ જીવસૃષ્ટિથી ભરપૂર એવા પીરોટન ટાપુ પ્રવાસીઓથી ધમધમશે

01:03 PM Dec 04, 2023 IST | Sejal barot
Advertisement

જામનગર નજીકના પીરાટોન ટાપુને વિકસાવવા માટે આંતરરાષ્ટ્રીય સલાહકાર નિમવામાં આવ્યા છે. તેના વિકાસ પછી દેશ-વિદેશના ટુરીસ્ટોની સંખ્યા ખૂબ જ વધવા પામશે.
દરિયાઈ જીવ સૃષ્ટિ લોકો નિહાળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આઈલેન્ડ ડેવલપમેન્ટ બોર્ડ રચવામાં આવ્યું છે. જેના દ્વાર ઈકો ટુરીઝમ વિક્સાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.
રાજ્યના વન વિભાગ દ્વારા જામનગરના પીરોટન ટાપુને વિક્સાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્ધસલટન્ટ તરીકે બેલ્જિયમમાં હેડ ક્વાટર્સ ધરાવતી એઈટ અર્બન ડિઝાઈન એન્ડ લેન્ડસ્કે5ને કામગીરી સોંપવામાં આવી છે.
ડોલ્ફીન માછલીઓ, મોતી પેદા કરતા છીપો, જીવતા કોરલ (પરવાળા) સહિતની જીવ વસાહતો ધરાવતા હાલારના સમુદ્રમાં 41 ટાપુ આવેલા છે. જેમાં જામનગરના દરિયામાં 1ર નોટિકલ માઈલ્સ દૂર આવેલા પીરોટન ટાપુ ઉપર હાલ માનવીની આવન-જાવન ઉપર પ્રતિબંધ છે, જો કે દર શિયાળે અનેક જુથ એન્ટ્રી મેળવીને પીરોટન ટાપુની મુલાકાત કરતા રહે છે. હવે વિદેશી કંપનીની મદદ લઈને પીરોટન ટાપુનો વિકાસ કરવામાં આવનાર છે. વન વિભાગના અધિકારીના જણાવ્ય્ મુજબ એજન્સી પાસે ટાપુ વિકાસ માટેનો બહોળો અનુભવ છે. જે વન વિભાગને એવા સૂચનો આપશે કે પીરોટનની ઈકોસિસ્ટમને ખલેલ નહીં કરે, અને માસ્તર પ્લાન તૈયાર કરી સરકારને સૂચન કરશે, જો કે પર્યાવરણ અને સેફ્ટીના ભોગે કોઈ કાર્યવાહી થશે નહીં. હિરતરક્ષકો સામે ચર્ચા પછી જ પીરોટનનો વિકાસ થશે. એજન્સી દ્વારા ટાપુ સુધીના આવાગમનના માર્ગો, (લોજીસ્ટીક) વિસ્તારની જીવસૃષ્ટિ, અર્થ શાસત્રી, સમાજશાસ્ત્રી અને પ્રવાસન જેવા ક્ષેત્રના વિવિધ નિષ્ણાતોને સામેલ કરીને ફલોટીંગ (તરતી) જેટી બનાવી આગળની કાર્યવાહી હાથ ધરાશે.

Advertisement

Tags :
bebustlingFull of marine lifejamnagarthe island of Piroton willtouristswith
Advertisement
Next Article
Advertisement