રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સાયબર ફ્રોડ અને ન્યૂડ કોલિંગના મુખ્ય સૂત્રધારોને ઝડપી લેતી દ્વારકા પોલીસ

12:20 PM Dec 19, 2023 IST | Sejal barot
Advertisement

દેવભૂમિ દ્વારકા સહિત રાજયમાં અમુક ગઠીયાઓ દ્વારા નાગરીકોને છેતરી તેના ડોક્યુમેન્ટનો દુરૂૂપયોગ કરી ગેરકાયદે સિમ કાર્ડ એકટીવ કરી આવા કાર્ડનો ઉપયોગ થકી છેતરપિંડી સહિતના ગુના આચરનારા વડોદરા અને રાજસ્થાનના મેવાતના છ શખસોને સાયબર ક્રાંઇમ પોલીસે દબોચી લીઘા છે.પ્રાથમિક પુછપરછમાં હોટલ બુકીંગ ફ્રોડમાં 100થી વધુ ફેક વેબસાઇટ અને ગુગલ એડસ બનાવવા ઉપરાંત 600થી વધુ ડમી પ્રિ એકિટવેટેડ સિમ કાર્ડના વેચાણ સાથે ફેક વેબસાઇટ-સિમ કાર્ડનો ઉપયો કરી છેતરપિંડી તથા ન્યુડ વિડીયો કોલ તથા શોપીંગ ફ્રોડ આચર્યાનુ ખુલ્યુ હતુ.દેવભૂમિ પોલીસે ગુજરાત અને રાજસ્થાનમાં મેગા ઓપરેશન હાથ ધરી દ્વારકા,ખંભાળિયા સહિત રાજયના દશ ગુનાનો ભેદ ઉકેલી અડધો ડઝન સુત્રધારને સકંજામાં લીઘા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એકાદ વર્ષમાં નોંધાયેલા સાયબર ક્રાઇમના ગુનાનો પોલીસે અભ્યાસ કરતા મોટાભાગના અપરાધીઓ અન્ય લોકોના સિમ કાર્ડનો ઉપયોગ કરતા હોવાની હકિકતને સમર્થન મળ્યુ હતુ. જેમાં અમુક મોબાઇલ સીમકાર્ડ ગુજરાતના વડોદરાથી ઇસ્યુ થયાની અને અલગ અલગ વ્યકિતના નામે રજિસ્ટર આ કાર્ડ રાજસ્થાનમાં ગુનાહિત પ્રવૃતિઓમાં વપરાતા હોવાનુ પોલીસને ધ્યાને આવ્યુ હતુ. આથી સાયબર ક્રાંઇમના મુળ સુધી પહોચી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી સુત્રધારો સુધી પહોચવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેય દ્વારા સાયબર ક્રાઈમ સેલના પીઆઈ એ.વાય.બ્લોચ તથા અલગ અલગ ટીમો બનાવી ગુજરાત અને રાજસ્થાનમાં રવાના કરાઇ હતી.
જે બાદ વિશેષ ટીમોએ વડોદરા અને રાજસ્થાનના મેવાતના અલગ અલગ વિસ્તારમાંથી ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ આધારે વર્કઆઉટ કરી 600થી વધુ ડમી પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડનું વેચાણ કરનાર તથા ફેક વેબસાઈટ/સિમ કાર્ડનો ઉપયોગ કરી છેતરપીંડી કરનાર તથા ન્યૂડ કોલ ફ્રોડ તથા શોપિંગ ફ્રોડના મુખ્ય સૂત્રધાર આરોપી હસન ઉર્ફે દસ્તગીર અકિલ શેખ, અલ્તાફ રજ્જાક શેખ, આરીફબેગ સમસુદીન મીરઝા (રે. ત્રણેય વડોદરા), ગોપાલ રઘુવર ગુર્જર, દલવીરસિંઘ દિવાનસિંઘ બેનિવાલ અને અઝરૂૂ યાદમોહમ્મદ મેવ (રે. રાજસ્થાન) નામના આરોપીઓને ઝડપી લીધા હતા.દેવભૂમિના 6 સહિત રાજ્યના 10 ગુનાના ભેદ ઉકેલાયા પ્રાથમિક પોલીસ તપાસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અલગ અલગ પોલીસ મથક ખાતે નોંધાયેલ દશ ગુન્હાઓનો ભેદ ઉકેલાયો હતો.જેમાં દ્વારકા પોલીસ મથકમાં 4 તેમજ ખંભાળીયા પોલીસ મથકમાં 2 તેમજ આણંદ, અંબાજી, રાજસ્થાનનો પહાડી પોલીસ સ્ટેશન અને ગોધરા પોલીસ મથકમાં વિવિધ કલમ હેઠળ નોંધાયેલા ગુન્હાઓ પોલીસે શોધી કાઢી કાર્યવાહી કરી હતી.

Advertisement

600 સિમકાર્ડ ફ્રોડ માટે રાજસ્થાન મોકલાયા,એક ડમી સિમકાર્ડ પેટે રૂ.350 લેવામાં આવતા!

વડોદરાથી 600થી વધુ ડમી સીમ કાર્ડ રાજસ્થાન મોકલાયા હતા.દેવભૂમિ પોલીસે વડોદરાથી હસન ઉર્ફે દસ્તગીર શેખ, અલ્તાફ રજાકભાઇ શેખ અને આરીફબેગ મિરઝાને સકંજામાં લીઘા હતા.ખાનગી કંપનીના સીમ કાર્ડ વિક્રેતા તરીકે એકાદ વર્ષથી કામ કરતા હતા.પોલીસ પુછપરછમાં એક ડમી સીમકાર્ડ પેટે રૂૂ. 350 આપવાનુ ઠરાવાયુ હોવાનુ ખુલ્યુ હતુ.દરરોજના ચાર-પાંચ ડમી સીમકાર્ડ એકટિવ કરી 30-40 ભેગા થયા બાદ રાજસ્થાનના શખસને કુરીયર કરી અપાતા હતા.આરોપી અઝરૂૂ યાદ મોહમ્મદ મેવને 5 સ્વેપ મશીન, બેન્ક ચેકબુ, 15 એટીએમ કાર્ડ, છ મોબાઇલ અને 28 ડમી સિમ કાર્ડ સાથે પકડી પાડી ઓનલાઇન ન્યૂડ વિડીયો કોલ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

Tags :
andcallingDwarka police nabbing key accused of cyberfraudnude
Advertisement
Next Article
Advertisement