રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયામાં સરકારી જમીનમાં દબાણ ખડકી દેતા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો

12:17 PM Dec 16, 2023 IST | Sejal barot
Advertisement

ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે એક શખ્સ દ્વારા સરકારી જમીન પર ઈંટોના ભઠ્ઠા તેમજ એક મંદિર બનાવીને અનઅધિકૃત રીતે દબાણ કરતાં અહીંના મામલતદારએ મોવાણ ગામના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા દેવશી રણમલભાઈ મકવાણા નામના શખ્સ દ્વારા નજીકના પીપળીયા ગામના રેવન્યુ સર્વે નંબર 81 (જૂના 109) ની 3-30-69 ક્ષેત્રફળ ધરાવતી સરકારી ખરાબાની જમીન પર આશરે ચાર વીઘા જેટલું અનધિકૃત રીતે દબાણ કરી લીધું હતું.
આ જમીન પર ઉપરોક્ત શખ્સ દ્વારા ઈંટોના ભઠ્ઠા બનાવીને આ અંગેનો કોલસી, માટી, જેવો સરસામાન રાખી દીધો હતો. આટલું જ નહીં, આ શખ્સ દ્વારા અહીં એક મંદિર બનાવી, અને સાથે સાથે કાચી ઓરડી પણ કરી લીધી હતી. આમ, સરકારી જંત્રી મુજબ આશરે રૂૂપિયા 2 60 લાખની કિંમતની આ જમીન પર અનધિકૃત રીતે દબાણ કરી અને પચાવી પાડવા સબબ અહીંના મામલતદાર વિક્રમભાઈ રામાભાઈ વરુ દ્વારા ઉપરોક્ત શખ્સ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે અહીંના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ દ્વારા તપાસ હાથ ધરીને આરોપી શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે.

Advertisement

Tags :
Crime under Land Grabbing against persons who created pressure on governmentinKhambhalialand
Advertisement
Next Article
Advertisement