કેરળમાં કોરોનાનો કહેર: જામનગરની જી.જી.હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ
કેરળ મા કોરોના નો કહેર જોવા મળ્યો છે.ત્યારે ગુજરાત સરકાર એલર્ટ બની છે. જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ માં સુવિધા કેવી છે.? તે અંગે વિગતો માંગવામાં આવતા આ બાબતે ચેકલિસ્ટ બનાવી સરકારમાં સુપ્રત કરાયું છે.જેમાં સંપૂર્ણ સજ્જ હોવા નું જણાવી દેવામાં આવ્યું છે.
કેરળ માં કોરોના એ ફરી માથું ઉચકયું છે. જ્યારે રાજ્ય સરકાર પણ સર્તક બની છે. આ બાબતે સાવચેતી અને તૈયારી રાખવા જિલ્લા ધિકારીઓને સૂચના ઓ આપવામાં આવી છે.
જામનગર ની જી.જી. હોસ્પિટલમાં પણ ઉપલબ્ધ સાધન, સુવિધા ની તપાસ કરી અહેવાલ મોકલવા જણાવાયું હતું. ખાસ કરીને જામનગરની જી.જી.હોસ્પિટલમાં બેડ, દવા, ડોકટરની ઉપલબ્ધી, ઓક્સિજન સપ્લાય ચાલુ હાલતમાં છે કે કેમ ? વેન્ટીલેટર ચાલુ છે કે.કેમ ? આ તમામ બાબતો અંગેનું એક ચેક લીસ્ટ ફોર્મ ભરીને સરકારને મોકલવામાં આવ્યું છે. જેમાં તમામ સુવિધા ઉપલબ્ધ હોવાનું અને કોઈ ખામી-ઉણપ નહીં હોવાનું જણાવી દેવાયું છે.