રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હથિયારબંધી જાહેર કરતા કલેક્ટર

11:35 AM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા એક હુકમ પ્રસિધ્ધ કરી, જિલ્લામાં તા. 5 જાન્યુઆરી સુધી વિવિધ કૃત્યો કરવાની મનાઇ કરવવામાં આવી છે. જેમાં શસ્ત્ર, દંડ, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા લાઠી અથવા કોઇ પણ પ્રકારના શારીરિક ઇજા કરી શકાય તેવા શસ્ત્રો અને ક્ષયકારી કે સ્ફોટક દારૂગોળો લઇ જવા, મનુષ્ય અથવા તેના શબ કે અન્ય આકૃતિઓ અથવા પુતળા દેખાડવા ઉપર, અપમાન કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા અને ટોળામાં ફરવા ઉપર કે પથ્થરો ફેકી શકય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુઓ ફેકવા કે ધકેલવાના યંત્રો સાથે લઈ જવા ઉપર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં પ્રતિબંધ મુકાયો છે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.

Advertisement

Tags :
ceasefire in Devbhoomi Dwarka districtCollectordeclares
Advertisement
Next Article
Advertisement