For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજસીટોકના નાસતા ફરતા આરોપીને દ્વારકા પંથકમાં સસરાની વાડીએથી દબોચ્યો

12:56 PM Dec 12, 2023 IST | Sejal barot
ગુજસીટોકના નાસતા ફરતા આરોપીને દ્વારકા પંથકમાં સસરાની વાડીએથી દબોચ્યો

ઓખા મંડળમાં થોડા સમય પૂર્વે જિલ્લા પોલીસ દ્વારા આતંક મચાવનાર બિચ્છુ ગેંગને પકડી પાડી, આ ગેંગના શખ્સો સામે ગુજસીટોકના કાયદા અન્વયે કડક કાર્યવાહી કરી હતી. આ અંતર્ગત ઓખા મંડળના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા વનરાજભા પાલાભા સુમણીયા નામના 35 વર્ષના શખ્સ સામે પણ આઈ.પી.સી. કલમ 307, 323, 324, 325, 326, 342, 120 (બી) ઉપરાંત જી.પી. એક્ટની કલમ વિગેરે હેઠળ ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં ઉપરોક્ત આરોપીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
ઉપરોક્ત આરોપી વનરાજભા સુમણીયા દ્વારા તારીખ 23 જૂન 2023 ના રોજ 14 દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ તારીખ 7 જુલાઈ 2023 ના રોજ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે પરત ફરવાની બદલે ફરાર થઈ જતા છેલ્લા પાંચેક માસથી ફરાર એવા ઉપરોક્ત આરોપીને ઝડપી લેવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસે સઘન કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત પી.એસ.આઈ. એસ.વી. ગળચરની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલ તથા મશરીભાઈ છુછરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત આરોપીને દ્વારકા તાલુકાના રાજપરા ગામની સીમમાં રહેતા તેના સસરા કાનાભા સવાભા માણેકની વાડીના મકાનમાંથી દબોચી લીધો હતો. કાચા કામના આરોપી વનરાજભા સુમણીયાની અટકાયત કરી, તેને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. એસ.વી. ગળચર, બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, અરજણભાઈ મારુ, ડાડુભાઈ, અજીતભાઈ, મસરીભાઈ, ગોવિંદભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement