રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામે શ્રમિક પરિવારની 15 વર્ષની પુત્રીનું અપહરણ

12:11 PM Dec 29, 2023 IST | Bhumika
Advertisement

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વગુદડ ગામમાંથી મધ્યપ્રદેશના આદિવાસી પરિવારની 15 વર્ષ પુત્રીનું અપહરણ થઈ ગયું હતું. જેને લગ્નની લાલચે ઉઠાવી જનાર મધ્યપ્રદેશના પર પ્રાંતિય શખ્સ સામે ધ્રોળ પોલીસ મથકમાં અપહરણ અંગેના ગુનો નોંધવામાં આવ્યો છે, અને ધ્રોલ પોલીસે આરોપીને પકડવા માટે પીછો કર્યો છે. આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના વાગુદડમાં રહેતા ખેડૂત હિતેષભાઈ દેવજીભાઈ ગડારાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની એવા પર પ્રાંતિય શ્રમિક પરિવારની 15 વર્ષની સગીર પુત્રીનું ગઈકાલે તેઓના ઘેરથી અપહરણ થઈ ગયું હતું અને પરિવારજનોની તપાસ દરમિયાન મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ ધ્રોળ પંથકમાં રહીને ખેત મજૂરી કામ કરતો કુંવરસિંહ મગનભાઈ વસુનીયા લગ્ન કરવાના ઈરાદાથી અપહરણ કરી ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી સગીરાના પિતા દ્વારા ધ્રોળ પોલીસ મથકમાં પોતાની 15 વર્ષની સગીર પુત્રીનું અપહરણ કરી જવા અંગે પરપ્રાંતિય શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધ્યો છે, અને આરોપી પોતાના વતનમાં ભાગ્યો હોવાનું અનુમાન લગાવી પોલીસે તે દિશા મા તેને પકડવા માટે પીછો કર્યો છે.

Advertisement

Tags :
Abduction of 15-year-old daughter of a laboring family in Mota WagudadDhrol'jamnagaroftalukavillage
Advertisement
Next Article
Advertisement