For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુવા વયે હાર્ટએટેકથી મૃત્યુ અંગે IMA દ્વારા રવિવારે ચિંતન-પરિસંવાદ

04:22 PM Dec 04, 2023 IST | Sejal barot
યુવા વયે હાર્ટએટેકથી મૃત્યુ અંગે ima દ્વારા રવિવારે ચિંતન પરિસંવાદ

જામનગરના એક 40 વર્ષના યુવાન ડોકટરને રાત્રે 1 વાગ્યાની આસપાસ છાતી અને પેટની વચ્ચે બેચેની થાય છે, સામાન્ય રીતે આવુ એટલે હૃદયરોગની બીક લાગે, આ યુવાને પણ તાત્કાલિક પોતાની હોસ્પિટલે જઈ તપાસ કરાવી ઈસીજી કરાવ્યો, બધુ નોર્મલ આવ્યુ એટલે એસીડીટીની દવાનું ઇન્જેકશન લઈ પરત આવવા નીકળ્યા... એ વખતે જરાક ચક્કર જેવું લાગ્યું એટલે હોસ્પિટલ સ્ટાફેરાત હોસ્પિટલમાં દેખરેખ હેઠળ સારવાર આપી, પણ કંઈ વધુ તકલીફ ન લાગતા આ યુવાન ઘરે આવીને સુઈ ગયા.
વહેલી સવારે નિત્યક્રમ મુજબ બાથરૂમમાં હતા પરંતુ લાંબો સમય થવા છતા બહાર ન આવ્યા એટલે પત્નીને અજુગતું થયાની શંકા ગઈ અને ઘરના સભ્યોને બોલાવી બાથરૂમ ખોલ્યુ જેમા યુવાન બેહોશ હાલતમાં જોયા અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં હાજર તબીબોએ કાર્ડિયો-પલમોનરી રીસસાઈટેશન કરવા છતાં કંઈ હૃદયની પ્રતિક્રિયા ન દેખાતા મૃત જાહેર કર્યા...
આ યુવાન એટલે જામનગરના જાણીતા યુવાન અને ઉત્સાહી કાર્ડિયોલોજીસ્ટ ડો. ગૌરવભાઈ ગાંધી, બેંક નોકરિયાત પિતા અને ગૃહિણી માતાના મહેનતુ સંતાન. આશરે સાતેક મહિના પહેલા બનેલી આ ઘટનાથી આજદીન સુધી એક પણ દિવસ વર્તમાનપત્રો, મીડિયા કે પછી સોશિયલ મીડિયામાં યુવાનોના અકાળે, આકસ્મિક હૃદયરોગથી થતાં મૃત્યુના સમાચાર ન હોય તેવું બન્યુ નથી અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. અને આથી જ ઇન્ડિયન મેડીકલ એસોશીએશન (ઈંખઅ) ગુજરાત રાજ્યના પ્રમુખપદે રાજકોટના નામાંકિત ઈએનટી સર્જન ડો. ભરત કાકડિયાની વરણી થતાં જ તેમને આ બાબતની ગંભીરતા સમજીને પહેલ કર્તા તારીખ 10 ડીસેમ્બર 2023 રવિવારના રોજ સવારે 10:00 કલાકે શ્રી હેમુ ગઢવી ઓડીટોરિયમ, રાજકોટ ખાતે ‘IMA દિલથી... યુવા હૃદય સુધી’ રાજ્ય વ્યાપી કાર્યક્રમ અન્વયે જાહેર પરિસંવાદનું આયોજન કરેલ છે. આખા વર્ષ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો થશે અને યુવાનોમાં અકાળે થતાં હૃદયરોગથી મૃત્યુ બાબતમાં સમાજમાં ફેલાયેલાં ચિંતા અને ગભરાટના વાતાવરણમાં સચોટ માહિતી સાથે લોકજાગૃતિના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાશે.
આ કાર્યક્રમ માટે ડો. સંજય ટીલાળા મંત્રી રાજકોટની સ્વાસ્થય જાગૃત જનતાને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આ અખબારી યાદી દ્વારા આમંત્રિત કરી રહ્યાં છે.

Advertisement

કાર્યક્રમના મુખ્ય આકર્ષણો
* મુખ્ય વક્તા: પદ્મ ર્ડા. તેજસ પટેલ (આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવનાર કાર્ડિયોલોજીસ્ટ)
* રાજકોટ અને અમદાવાદના શ્રેષ્ઠ કાર્ડિયોલોજીસ્ટ અને વિષય-નિષ્ણાંત ડોકટરો દ્વારા પ્રશ્નોત્તરી અને ચર્ચા
*એનેસ્થેસિયા સોસાયટી રાજકોટ દ્વારા ઈઙછ (કાર્ડિયો-પલ્મોનરી રિસર્સીટેશન-તાત્કાલીક પ્રાથમિક સારવાર) ની ડમી પર તાલીમ.નન" જાણીતા હાસ્ય કલાકાર અને કેળવણીકાર સાંઈરામ દવે ‘જીવન જીવવાની જડીબુટ્ટી’ પીરસશે.
* હૃદયની રચના, કાર્યપદ્ધતિ અને રોગો વિષે વીડિયો દ્વારા સચોટ માહિતી અને સાહિત્ય પ્રસ્તુતિ.
રજીસ્ટ્રેશન (નિ:શુલ્ક) અને આપને હૃદય સંબંધિ પ્રશ્નો માટે મોબાઈલ નં.: 9879791514 / 9428463639 ઉપર સંપર્કનનડો. પારસ શાહ - પ્રમુખ અને સમગ્ર એક્ઝીક્યુટીવ કમિટી ઈંખઅ, રાજકોટ બ્રાંચ આ બાબતમાં જહેમત ઉઠાવી રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement