રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દ્વારકામાં અંગ્રેજી દારૂની 119 બોટલ ભરેલી કાર સાથે 2 પકડાયા

12:54 PM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા પ્રવીણ ઉર્ફે પવલો કારૂભાઈ સુમણીયા નામના 33 વર્ષના શખ્સ ઉપરાંત પ્રકાશ ઉર્ફે પરેશ સુમરાભા કેર (ઉ.વ. 25)ને પોલીસે રૂપિયા 47,600ની કિંમતની 119 બોટલ વિદેશી દારૂ તથા રૂૂપિયા ત્રણ લાખની કિંમતની સ્વીફ્ટ કાર અને રૂપિયા બે લાખની કિંમતની ઇક્કો મોટરકાર ઉપરાંત રૂ. 45,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂૂપિયા 5,92,600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા જામનગર રહેતા રવિ ગોરી ઉર્ફે જાબલી નામના શખ્સ પાસેથી આરોપીએ વિદેશી દારૂ મંગાવ્યો હોવાનું તેમજ અન્ય આરોપી ડાડુભા જસરાજભા વાઘા (રહે. ધ્રાસણવેલ, તા. દ્વારકા) તેઓને દારૂૂની ડીલેવરી આપી ગયો હોવાનું ખુલવા પામ્યું છે. જેથી પોલીસે રવિ ગોરી તેમજ ડાડુભા જશરાજભાને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. દ્વારકા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એલસીબી પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Tags :
2 caught with car full of 119 bottlesDwarkaEnglishinliquorof
Advertisement
Next Article
Advertisement