For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર બેઠક પર બપોરના 3 વાગ્યા સુધીમાં 42.52 ટકા મતદાન નોંધાયું

05:30 PM May 07, 2024 IST | Bhumika
જામનગર બેઠક પર બપોરના 3 વાગ્યા સુધીમાં 42 52 ટકા મતદાન નોંધાયું
Advertisement

12-જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકનું મળીને સવારના 7 વાગ્યાથી બપોરના 3વાગ્યા સુધીમાં કુલ 42.52 ટકા મતદાન નોંધાયું છે. વિધાનસભા મત વિસ્તાર દીઠ જેમાં 76-કાલાવડમાં 44 ટકા, જ્યારે સૌથી વધુ 77- જમનગર ગ્રામ્યમાં 45.60 ટકા, 78- જામનગર ઉત્તરમાં 44.87 ટકા, 79-જામનગર દક્ષિણમાં 43.67 ટકા, 80-જામજોધપુરમાં 42.30 ટકા, 81-ખંભાળીયામાં 40.15 ટકા અને 82-દ્વારકામાં 37.22 ટકા મતદાન નોંધાયું છે. જામનગર શહેર અને જિલ્લામાં આવેલી જુદી જુદી ધાર્મિક સેવા સંસ્થાના ગાદીપતિઓ, ઉપરાંત સંતો- મહંત અને રાજકીય મહાનુભાવો એ આજે સવારે પોત પોતાના મતદાન મથક પર જઈને મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું. કેટલાક રાજકીય અગ્રણીઓએ પોતાના પરિવારની સાથે મતદાન કરી લોકશાહી નું પર્વ ઉજવ્યું છે.

જામનગરના લીમડાબેન વિસ્તારમાં આવેલા આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ એ આણદાબાવા આશ્રમમાં આવેલા મતદાન મથક પર પ્રણામી સંપ્રદાયના ગાદીપતી પરમ પૂજ્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ,મોટી હવેલીમાં પરમ પૂજ્ય હરિરાયજી મહોદય, શ્રી વલ્લભરાયજી મહોદય, શ્રી રસાદ્રરાયજી મહોદય તથા સમગ્ર પરિવાર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

Advertisement

જામનગર શહેર જિલ્લાના રાજકીય આગેવાનોએ પણ વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં 79 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ,78- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ પંચવટી વિસ્તારમાં આવેલા પોતાના મતદાન મથક પર જઈને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કાલાવડ ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ ધ્રોલ મતદાન મથક પર વહેલી સવારે મતદાન કર્યું હતું.
તે જ રીતે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પોતાના ગામમાં મતદાન મત કર્યું હતું.

જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચીમનભાઈ સાપરીયાએ જામજોધપુરમાં મતદાન કર્યું હતું. તે જ રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમતભાઈ ખવા એ પણ વહેલી સવારે મતદાન કર્યું હતું. જામનગર જિલ્લાના પૂર્વ કોંગી સાંસદ વિક્રમભાઈ માડમ એ નવાગામ ઘેડ વિસ્તારમાં મતદાન કર્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરાએ વાલકેશ્વરી નગરી વિસ્તારમાં આવેલા મતદાન મથક પર પરિવાર સાથે મતદાન કર્યું હતું. જયારે જામનગર મહાનગરપાલિકાના સ્ટમદિન કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ સત્યસાઈ સ્કૂલમાં પરિવાર સાથે મતદાન કરી લોકશાહીનું પર્વ મનાવ્યું છે.

જામનગર-42.52%
દ્વારકા 38.22%
જામજોધપુર 42.30%
જામનગર ઉત્તર 44.87%
જામનગર ગ્રામ્ય 45.60%
જામનગર દક્ષિણ 43.67%
કાલાવડ 44.00%
ખંભાળિયા 40.15%

Advertisement
Tags :
Advertisement
Advertisement